ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલમાં નબળા ફોર્મથી સંઘર્ષ કરી રહ્યા છે. તે સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ થઈ રહ્યો છે. આ માટે તેમની ટીકા પણ કરવામાં આવી રહી છે.દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ રોહિતને નિશાન બનાવતા કહ્યું કે 25-30 રન બનાવ્યા પછી ખુશ ન થવું જોઈએ અને 25-30 ઓવર સુધી બેટિંગ કરવી જોઈએ.
ગાવસ્કરે ઇન્ડિયા ટુડેને કહ્યું કે, “બેટ્સમેન તરીકે, શું તમે 25-30 રન બનાવીને ખુશ છો? તમારે આવું હોવું જોઈએ નહિ! તેથી હું (રોહિત) કહીશ કે જો તમે 7, 8 અથવા 9 ઓવરને બદલે 25 ઓવર સુધી બેટિંગ કરસો તો ટીમ પર તમારો પ્રભાવ વધુ અધિક હશે.”તેમણે કહ્યું, “જો રોહિત શર્મા 25 ઓવર પણ બેટિંગ કરે છે, તો ભારત લગભગ 180-200 ની આસપાસ હશે. આ પછી ટીમ 350 અથવા તેનાથી વધુ રન સુધી પોહચી શકશે.”
ગાવસ્કરે કહ્યું, “રોહિતને આના વિષે વિચારવું જોઈએ. આક્રમક રમવાનું એક વાત છે, પરંતુ 25-30 ઓવર સુધી બેટિંગ કરવા માટે તેને ક્યાંકને ક્યાંક થોડો વિવેક રાખવાની પણ જરૂર છે. જો તે આવું કરે તો તે વિરોધિ ટીમથી મેચ છીનવી લેશે.
તેમણે રોહિત અને શુભમન ગિલની ખામીઓ તરફ ધ્યાન દોરતાં કહ્યું, “તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે રમ્યા નથી. આનાથી તેવો ટીમને તે શરૂઆત આપી શક્યા નથી જેની અપેક્ષા હતી.”રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 41 રન રહ્યો છે જે તેણે બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો. ત્યારબાદ તેણે 20, 15 અને 28 રનની ઇનિંગ્સ રમી છે.
