આટલી સંપત્તિના માલિક છે યુઝવેન્દ્ર ચહલ, ટીમની બહાર રહીને પણ કમાઈ છે કરોડો, પોર્શ- લેમ્બોર્ગિની જેવી વૈભવી ગાડીઓ છે માલિક

યુઝવેન્દ્ર ચહલના સિતારાઓ હાલમાં ગર્દીશમાં છે. પહેલા તે ટીમ ઈન્ડિયાની બહાર હતો, ત્યારબાદ તેની પત્નીથી છૂટાછેડાનો મુદ્દો છવાયેલો હતો. ચહલ બે વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેમને ના તો વન ડે ટીમમાં જગ્યા મળે છે કે ના T20 માં. ટીમ ઈન્ડિયાની બહાર થયા પછી પણ, ચહલની કમાણી ઓછી થઈ નથી. તે કરોડમાં કમાણી કરી રહ્યો છે. એક અહેવાલ મુજબ, ચહલની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયા છે.યુજવેન્દ્ર ચહલ બીસીસીઆઈ મેચ ફી મેળવે છે.

ઉપરાંત, તે આઈપીએલથી કરોડની કમાણી કરે છે. માત્ર આ જ નહીં, તેઓ સોશિયલ મીડિયા દ્વારા પણ કમાય છે. ચહલ બ્રાન્ડની જાહેરાતમાંથી પણ પૈસા કમાય છે.યુઝવેન્દ્ર ચહલ લક્ઝરી હાઉસના માલિક છે. ગુરુગ્રામમાં તેનું એક આલીશાન ઘર છે. આ સાથે, ચહલ લક્ઝરી વાહનોનો શોખીન છે. તેની પાસે પોર્શ મર્સિડીઝ બેન્ઝ સી. ક્વોસ છે. રોલ્સ રોયલ અને લેમ્બોર્ગિની જેવી મોંઘી કાર પણ છે.

યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક દિવસોથી તેમના અંગત જીવન વિશે ચર્ચામાં છે. ધનાશ્રી સાથે તેના છૂટાછેડાના અહેવાલો પછી બંને હાલમાં અલગ થઈ ગયા છે અને બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા ચહલ ફરી એક વાર ચર્ચામાં છે.

યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 72 વનડે, 80 ટી 20 આંતરરાષ્ટ્રીય અને 160 આઈપીએલ મેચ રમી છે. વનડેમાં, તેણે 77 રન અને 121 વિકેટ લીધી છે, જ્યારે ટી 20 માં 6 રન અને 96 વિકેટ લીધી છે. ચહલે આઈપીએલમાં 37 રન અને 205 વિકેટ લીધી છે.

Previous Article

IIFAમાં છવાઈ આપણી ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલા, ફિલ્મ 'શૈતાન' માટે શાહરૂખ ખાનના હાથે મળ્યો એવોર્ડ, જુઓ

Next Article

બીચ પર પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે અનન્યા પાંડે, બિકિનીમાં વિખેર્યો જલવો- અંદાજ પર ફિદા થયા ચાહકો

error: Protected Content!
Exit mobile version