યુઝવેન્દ્ર ચહલ પાસે છે કરોડોની પ્રોપર્ટી, જાણો ક્યાંથી કેટલી કરે છે કમાણી

ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે ઘણી વખત મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની ઘાતક બોલિંગથી ભારતને ઘણી મેચો જીતાડી છે. ચહલે ક્રિકેટમાંથી સારી એવી કમાણી કરી છે. તેની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા હાલ ખૂબ ચર્ચામાં છે, બંને વચ્ચે છૂટાછેડાની ખબરો ચાલી રહી છે. અહેવાલો અનુસાર, બાંદ્રા ફેમિલી કોર્ટે ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

ચહલે 22 ડિસેમ્બર 2020ના રોજ ધનશ્રી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે કપલ 4 વર્ષ અને 2 મહિના પછી એકબીજાથી અલગ થઈ ગયા છે. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ છેલ્લા 18 મહિનાથી અલગ રહેતા હતા. યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 મેગા ઓક્શનમાં વેચાયેલા સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે. પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુઝવેન્દ્ર ચહલ પાસે આવકના વિવિધ સ્ત્રોત છે.

ચહલની કમાણીના અલગ અલગ સ્ત્રોતો છે અને BCCIના કોન્ટ્રાક્ટ સિવાય તે IPL અને બ્રાન્ડ પ્રમોશનથી પણ કમાણી કરી છે. ગત વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ 2023-24 દરમિયાન 30 ખેલાડીઓ સાથે કરવામાં આવેલા વાર્ષિક કરારમાંથી યુઝવેન્દ્ર ચહલને બાકાત રાખ્યો હતો. પરંતુ આ પહેલા યુઝવેન્દ્ર ચહલને બીસીસીઆઈના ગ્રેડ સી કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગ્રેડ સી કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે.

2011 થી 2023 સુધી IPLની 12 સીઝન દરમિયાન યુઝવેન્દ્ર ચહલે કુલ 37.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે વર્ષ 2024 દરમિયાન રાજસ્થાન રોયલે યુઝવેન્દ્ર ચહલને 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રીતે 2011 થી 2024 સુધી, યુઝવેન્દ્ર ચહલે IPLમાંથી કુલ 44.2 કરોડ રૂપિયાની કમાણી કરી.

ચહલને આઈપીએલ 2025માં 18 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો અને આ રીતે આઈપીએલ 2025 પછી આ ટુર્નામેન્ટમાંથી તેની કુલ કમાણી 62.2 કરોડ રૂપિયા થઇ જશે. BCCI કોન્ટ્રાક્ટ અને આઈપીએલ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલે બ્રાન્ડ્સ અને પ્રમોશનથી પણ કમાણી કરી છે.યુઝવેન્દ્ર ચહલ Vivo, Nike, Boom 11 અને Fanta જેવી ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે સંકળાયેલ છે. ચહલ બ્રાન્ડની કમાણી સાથે સોશિયલ મીડિયામાંથી પણ કમાણી કરે છે. ચહલ સોશિયલ મીડિયા પર પ્રમોશનલ કન્ટેન્ટ શેર કરીને પણ પૈસા કમાય છે.

જો કે એ સ્પષ્ટ નથી કે તે આ સ્ત્રોતો દ્વારા કેટલી કમાણી કરે છે. તેની પાસે મર્સિડીઝ સી ક્લાસ કાર છે, જેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે. આ ઉપરાંત ચહલ પાસે પોર્શ કેયેન એસ (આશરે રૂ. 2 કરોડ), રોલ્સ રોયસ કેરીયોટ (આશરે રૂ. 7 કરોડ) અને લેમ્બોર્ગિની સેન્ટેનિયો (આશરે રૂ. 16 કરોડ) સ્પોર્ટ્સકાર પણ છે. ચહલનું હરિયાણાના ગુરુગ્રામમાં એક વૈભવી ઘર છે, જેની કિંમત કરોડોમાં છે.

Previous Article

મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા ચહલની ભૂતપૂર્વ પત્ની ધનાશ્રીએ કર્યો ધડાકો...જુઓ શું થઇ ગયું

Next Article

IIFA સ્ટાર જાનકી બોડીવાલા બેસ્ટફ્રેન્ડ યશ સોની સાથે જયપુરથી ફરી પરત, એરપોર્ટ પર પરિવારે કર્યુ ઢોલ-નગારા અને ફૂલોથી સ્વાગત પ્રેમ ઉભરાયો

error: Protected Content!
Exit mobile version