કેનેડાના ટોરોન્ટો સિટીના પબમાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વ્યક્તિએ અચાનક પબની અંદર ધનાધન ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. અચાનક થાયેલઈ આ ઘટનામાં લોકોને બચવા માટે સમય મળ્યો ન હતો. આ જ કારણ છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના પછીથી પોલીસ હુમલાખોરની શોધમાં છે. હાલમાં, આ હુમલા વિશે પોલીસને આ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું હતું તે વિશે કોઈ માહિતી છે.ટોરોન્ટો પોલીસ સ્કારબોરોમાં સામૂહિક ફાયરિંગની તપાસ કરી રહી છે, જેમાં શુક્રવારે મોડી રાત્રે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓ કહે છે કે આ ઘટના રાત્રે 10.30 વાગ્યે પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઇવ નજીક બની હતી. ઘાયલોની હાલમાં સારવાર ચાલી રહી છે. શૂટઆઉટમાં ઘણા લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે અને ઘણાને ગંભીર ઈજાઓ પહોંચી છે.પોલીસે પુષ્ટિ આપી છે કે શંકાસ્પદ હુમલાખોર હજી પણ ફરાર છે અને તેને શોધવામાં આવી રહ્યો છે. શૂટરની ઓળખ અથવા પીડિતો સાથેના તેના સંભવિત સંબંધ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ વિસ્તારમાં રહેતા લોકોને જાગ્રત રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.આ ઘટનાથી પોલીસ અને ઘણી એજન્સીઓ હુમલાખોરની શોધમાં છે. પોલીસ દરેક તરફથી તપાસ કરી રહી છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરને કોઈ વ્યક્તિગત દુશ્મની છે કે જેના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.
ત્યાં જ પબ અને પબ માલિક વિધે પણ જાણકારીઓ ભેગી કરવામાં આવી રહી છે.ફાયરિંગની ઘટનાથી આ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ સમયે, સામાન્ય માણસ કરતાં વધુ પોલીસ શેરીઓમાં જોવા મળે છે.
