અમેરિકામાં ભારતીય મૂળના પરિવારે ગૌ માતા સાથે કર્યો ગૃહ પ્રવેશ, આવી રીતે નિભાવી પરંપરા- દિલને સ્પર્શી જશે વીડિયો

ભારતીયો જ્યાં પણ જાય છે તેઓ તેમની સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યો પોતાની સાથે લઈ જાય છે. અમેરિકા હોય, યુરોપ હોય કે ઓસ્ટ્રેલિયા…ભારતીય ઇમિગ્રન્ટ્સ ત્યાં ‘મીની ભારત’ સ્થાપિત કરે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમેરિકામાં રહેતા એક ભારતીય પરિવારે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે.

અમેરિકાના સૈન ફ્રાંસિસ્કોમાં રહેતા એક ભારતીય મૂળના પરિવારે ગૌ માતાને તેમના નવા ઘરના હાઉસવોર્મિંગ સેરેમની એટલે કે ગૃહ પ્રવેશવો ભાગ બનાવ્યો. આ પરંપરાએ માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી યુઝર્સના પણ દિલ જીતી લીધા. આ વીડિયો @bayareacows નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જે અમેરિકામાં ગાય સંરક્ષણ માટે કામ કરે છે. આ વીડિયો જૂનો હોવા છતાં તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં પરિવાર શણગારેલી ગાય ‘બહુલા’નું તેમના નવા ઘરમાં વિધિપૂર્વક સ્વાગત કરે છે. એક પૂજારી ગાયને અંદર લઈ જતા દેખાય છે. ગાયના શરીર પર સિંદૂરના હાથના નિશાન બનેલા છે. ગાય માતાની પીઠ પર એક પરંપરાગત કાપડ છે, જેના પર ગાયોના ચિત્રો બનાવવામાં આવે છે. ઘરની અંદર એક વાટકામાં ગાયને ભોજન પીરસવામાં આવ્યુ હતું. પરિવારની મહિલાઓએ પૂજા કરી અને આ શુભ કાર્ય સંપૂર્ણ વિધિ અને વિધાન સાથે પૂર્ણ કર્યું.

વીડિયોના અંતે આખો પરિવાર ગાય સાથે ફોટો પડાવતો જોવા મળે છે. આ વીડિયોમાં લોકોની ઘણી કમેન્ટો પણ આવવા લાગી. કોઈએ ટિપ્પણી કરી કહ્યું કે આ પરિવારનો આભાર જેમણે અમેરિકામાં પણ ભારતીય પરંપરાને જીવંત રાખી. તો કોઈએ લખ્યું- ભારતીયો ગમે ત્યાં જાય છે પણ પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિને ભૂલતા નથી. આ ભારતીયતા છે.

Previous Article

જાડેજા બાપુ વિવાદમાં ! 'આ સાચી રીત નથી...' પૂર્વ ન્યુઝીલેન્ડ ક્રિકેટરનું માથુ ભમ્યુ...રવિન્દ્ર જાડેજાને આપી ચેતવણી

Next Article

ડીપનેક ગાઉન પહેરી તમન્ના ભાટિયાએ સ્વર્ગની અપ્સરાને કરી ફેલ, આપ્યા કાતિલાના પોઝ- અદાઓ જોઇ પાગલ થયા ચાહકો

error: Protected Content!
Exit mobile version