ચેમ્પિયન્સ ટ્રોફી પેહલા ગંભીરના 4 એવા મોટા નિર્ણય જેની થઇ હતી ભયંકર ટીકા, અંતે તે જ નિર્ણયો બન્યા ભારતની જીતના કારણો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં અત્યાર સુધીની ટીમ ઈન્ડિયાની યાત્રા ઉત્તમ રહી છે. ભારતીય ટીમે કોઈ મેચ હાર્યા વિના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે સેમી -ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા પહેલાં ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે મોટી જીત મેળવી હતી. એકંદરે, ટીમ ઈન્ડિયા આખી ટૂર્નામેન્ટ પર પ્રભુત્વ ધરાવે છે. ખેલાડીઓએ આ મજબૂત પ્રદર્શનમાં ફાળો આપ્યો, પરંતુ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો પણ મોટો હાથ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં, તેણે 4 મોટા નિર્ણયો લીધા હતા, જે વિજયનું કારણ બન્યું હતું અને જેના કારણે ભારતને ફાઇનલની ટિકિટ મળી છે. જો કે, આ નિર્ણયો માટે તેને ઘણું બધું સાંભળવું પડ્યું હતું.

5 સ્પિનર ​​અને વરુન ચક્રવર્તી પસંદગી

ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં જેવા જ 5 સ્પિનરોના નામનું એલાન થયું તો દરેક વ્યક્તિ આ નિર્ણયની વિરુદ્ધ હતા અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે મુખ્ય કોચ ગંભીરને સવાલ કરવામાં આવી રહ્યા હતા. યશાસવી જયસ્વાલને બાદ કરીને વરણ ચક્રવર્તીની પસંદગી કરવામાં આવી ત્યારે તેને ઘણો કોસવામાં આવી રહ્યો હતો. પરંતુ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે તે જ ગેમ ચેન્જર તરિકે સાબિત થયો. તેણે ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ અને સેમીફાઇનલમાં ટ્રેવિસ હેડ સહિતની 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી.

હર્ષિત રાણાની પસંદગી.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં, જસપ્રીત બુમરાહને ઈજાને કારણે ટીમમાંથી બહાર કરી દીધો હતો. આ પછી હર્ષિત રાણાએ તેને રિપ્લેસ કરી દીધો. જ્યારે હર્ષિત ચૂંટાઈ આવ્યા ત્યારે ક્રિકેટ નિષ્ણાતોએ પ્રશ્નો ઉભા કર્યા. અનુભવના અભાવને કારણે, દરેક માનતા હતા કે મોહમ્મદ સિરાજની પસંદગી તેની જગ્યાએ થવી જોઈએ.પરંતુ હર્ષિતે ગંભીરનો નિર્ણય યોગ્ય સાબિત કર્યો. પ્રથમ બે મેચોમાં, તે એક બોલર તરીકે ઉભરી આવ્યો જેણે વિરોધી ટીમની ભાગીદારી તોડી. પાવરપ્લેની સાથે, તેમણે મિડલ અને અંતિમ ઓવરમાં પણ સારી રીતે બોલિંગ કરી. તેણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે કુલ 4 વિકેટ લીધી અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

અક્ષર પટેલની બેટિંગની પોઝિશન

અક્ષર પટેલને નંબર 5 પર મોકલવા બદલ ગૌતમ ગંભીરની ખૂબ ટીકા થઈ હતી. ક્રિકેટ નિષ્ણાતો માનતા હતા કે આ એક મહત્વપૂર્ણ બેટિંગ પોઝિશન છે અને અક્ષર પટેલ નીચા ક્રમનો બેટ્સમેન છે. પરંતુ અક્ષરે આ ટૂર્નામેન્ટમાં સાબિત કર્યું કે તે બોલ ઉપરાંત બેટ સાથે મેચ ફેરવી શકે છે. તેણે સેમી -ફાઇનલમાં વિરાટ કોહલી સાથે નોંધપાત્ર 44 રનની ભાગીદારી શેર કરી અને ટીમને દબાણથી બહાર કાઢી. અગાઉ, જ્યારે ભારત 30 રન માટે 3 વિકેટ ગુમાવીને ન્યુઝીલેન્ડ સામે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે તેણે 46 રન બનાવ્યા અને શ્રેયસ ઐયર સાથે 98 રનની ભાગીદારી કરી.

રાહુલની બેટિંગ પોઝિશન

કેએલ રાહુલ સામાન્ય રીતે વનડેમાં 5 મા ક્રમે રમે છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેને અક્ષર પટેલ પછી મોકલવામાં આવી રહ્યો છે. ગંભીરના આ નિર્ણયને લઇને કેવામાં આવતું હતું કે તે રાહુલની કારકિર્દી સાથે રમત રમી રહ્યો છે. પરંતુ રાહુલે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અણનમ 41 રન બનાવીને મેચ જીતાવી હતી. તેણે સેમીફાઇનલમાં પણ અણનમ 42 રન બનાવ્યા. જ્યારે તે બેટિંગ માટે આવ્યો ત્યારે મેચ અટકી ગઈ. પરંતુ તેની ઝડપી ઇનિંગ્સ ભારતને દબાણથી દૂર કરી.

Previous Article

એક જ કપડાં પેહરી વારંવાર ગઈ દુબઇ, દરેક ટ્રીપમાં 12-13 લાખ મળતા, અભીનેત્રીની ધરપકડ બાદ થયો મોટો ખુલાશો

Next Article

ભીડેની સોનુના આ હોટ ફોટોઝ જોઈ તમે પણ થઇ જશો ફિદા, જુઓ PHOTOS

error: Protected Content!
Exit mobile version