લગ્નના મંડપમાં ક્રિકેટની ધમાલ, દુલ્હા-દુલ્હને ઇન્ડિયા-પાકિસ્તાન મેચ વચ્ચે મનાવ્યો જશ્ન

લગ્ન તો થતા રહેશે, મેચ જરૂરી છે…પરિવાર અને મહેમાનો સાથે વેડિંગ વેન્યુ પર જ ભારત-પાકિસ્તાન મેચ જોવા લાગ્યુ કપલ, વીડિયો થયો વાયરલ

ક્રિકેટનો આવો ખુમાર ! લગ્ન છોડી દુલ્હા-દુલ્હન જોવા લાગ્યા ઇન્ડિયા-પાકિસ્તાન મેચ, વીડિયો વાયરલ

ક્રિકેટ અને ભારતીયો વચ્ચેનો સંબંધ કોઈનાથી છુપાયેલો નથી, પરંતુ આ વખતે જુસ્સો નવી ઊંચાઈએ હતો. તાજેતરમાં જ યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો. હાઇ-વોલ્ટેજ મેચ જોવા માટે એક કપલે તેમના લગ્નની વિધિઓમાં વિક્ષેપ પાડવાનું નક્કી કર્યું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન રેડ લહેંગામાં અને દુલ્હો વ્હાઇટ શેરવાનીમાં જોવા મળે છે, પરંતુ બંનેની નજર લગ્ન પર નહીં ટીવી સ્ક્રીન પર હતી. જેમાં ભારત-પાકિસ્તાન મેચ ચાલી રહી હતી. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી તો વરરાજા પોતાને રોકી શક્યો નહીં અને આનંદથી ઉછળી પડ્યો.

આ દરમિયાન વેડિંગ વેન્યુ પર ‘ભારત-ભારત’ના નારા ગુંજવા લાગ્યા, વર-કન્યાએ મહેમાનો સાથે જોરશોરથી ઉજવણી કરી અને તાળીઓના ગડગડાટથી લગ્ન સ્થળને સ્ટેડિયમ જેવો માહોલ બનાવી દીધો.

Previous Article

'આટલા કેળા તો વાંદરા પણ....' વસીમ અકરમે પાકિસ્તાની ખેલાડીઓની ડાયટ પર ઉડાવી મજાક

Next Article

વધુ એક પ્લેન ક્રેશ ! 46 લોકોના ભયાનક મોત- ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયુ પ્લેન

error: Protected Content!
Exit mobile version