સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેકો વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંના કેટલાક ફની હોય છે તો કેટલાક ચોંકાવનારા…ઘણીવાર તો એવા પણ વીડિયો વાયરલ થતા હોય છે જે આપણને વિચારમગ્ન કરી દે કે ભાઇ, આ શું થઇ રહ્યુ છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે સુરત એરપોર્ટનો હોવાનું કહેવાઇ રહ્યુ છે.
આ વીડિયોમાં કેટલાક લોકો પ્લનને ધક્કો મારી રહ્યા છે. વીડિયો જોયા પછી કોઇ પણ એવું કહે કે આ ધક્કા ગાડી છે કે પ્લેન ? એરપોર્ટ પર પ્લેનને લોકો ધક્કો મારતા હોય તેવો વીડિયો વાયરલ થતા એવી ચર્ચા છે કે ટેકનિકલ ખામીના કારણે પ્લેનને ધક્કો મારવાની ફરજ પડી છે. વાયરલ વીડિયો પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે.
જો કે એરપોર્ટ ઓથોરિટીએ આ વાયરલ વીડિયો સુરતનો ન હોવાનો ખુલાસો કર્યો છે પણ આ વાયરલ વીડિયો સુરતનો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા છે. આ વીડિયો પર લોકો ફની કોમન્ટ કરી રહ્યા છે.
