ભારતનું અનોખુ ગામ, જ્યાં મહિલાઓ નિભાવે છે એવી અજીબ પરંપરા કે ન કરવાના શરમજનક કામો કરવા પડે છે

ભારતના કેટલાક ભાગોમાં આજે પણ વિચિત્ર અને જૂની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. તમે સાંભળ્યું જ હશે કે ઘણી જગ્યાએ માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ઘરથી દૂર રાખવામાં આવે છે. કેટલીક જગ્યાએ મહિલાઓના લગ્ન પહેલા શ્વાન અથવા ઝાડ સાથે કરવામાં આવે છે, જ્યારે અન્ય સ્થળોએ લગ્ન પહેલા મામા સાથે સંબંધ રાખવાની પરંપરા છે. ભારતમાં એક એવું ગામ છે જ્યાં પુરૂષો અને સ્ત્રીઓ માટે એક ખૂબ જ વિચિત્ર પરંપરા છે, જે સદીઓથી ચાલી આવે છે. આ પરંપરા હેઠળ મહિલાઓને અમુક સમય માટે કપડાં પહેરવાની છૂટ નથી. આ સાથે જ આ સમય દરમિયાન પુરુષોએ પણ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડે છે.

આ ગામમાં મહિલાઓને દર વર્ષે 5 દિવસ સુધી કપડાં પહેરવાની છૂટ નથી. આ દિવસોમાં મોટાભાગની મહિલાઓ ઘરની અંદર જ રહે છે અને બહાર જતી નથી. આ 5 દિવસોમાં પુરુષો માટે પણ કડક નિયમો છે. તેમને દારૂ પીવા અને માંસ ખાવા પર સખત પ્રતિબંધ છે. આ પરંપરા ઘણી પેઢીઓથી ચાલી આવે છે, અને આજે પણ ગામના લોકો તેને સંપૂર્ણ શ્રદ્ધા અને અનુશાસન સાથે અનુસરે છે. એવું કહેવાય છે કે આ ગામમાં સદીઓ પહેલા રાક્ષસોનો આતંક હતો. આ રાક્ષસો પરિણીત મહિલાઓનું અપહરણ કરીને તેમના કપડા ફાડી નાખતા હતા.

આ રાક્ષસોના આતંકથી ગામને બચાવવા માટે ‘લાહુઆ ઘોંડ’ નામના દેવતા આવ્યા હતા, તેમણે રાક્ષસો સામે યુદ્ધ કર્યું, જેમાં રાક્ષસોનો પરાજય થયો અને ગામના લોકો મુક્ત થયા. ત્યારથી આ પરંપરા ભગવાનના આદેશ પર દર વર્ષે 5 દિવસ સુધી કરવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે જો મહિલાઓ આ દિવસોમાં કપડાં પહેરે છે અથવા પુરુષો પરંપરાઓનું પાલન નથી કરતા તો દેવતા ગુસ્સે થઈ શકે છે, જેના કારણે ગામમાં ખરાબ ઘટનાઓ બની શકે છે. આ માન્યતાને કારણે અહીંના લોકો આજે પણ આ પરંપરાનું પાલન કરે છે.

પિણી ગામની મહિલાઓ જે આ પરંપરાનું પાલન કરે છે તેઓ આ દરમિયાન માત્ર એક જ કપડુ પહેરી શકે છે. આ પરંપરાનું પાલન કરવા વાળી પિણી ગામની મહિલાઓ એક ઉનના પટકાનો ઉપયોગ કરી શકે છે. આ સમય દરમિયાન સ્ત્રીઓ અંદર રહે છે, તેમને પુરુષો જોડે વાત કરવા અને જોવાની પણ મનાઈ હોય છે. તેઓ સાવનનાં 5 દિવસ સુધી દારૂ અને માંસનું સેવન પણ કરી શકતા નથી. પતિ-પત્ની એકબીજા સાથે વાત પણ કરી શકતા નથી કે એકબીજા સામે જોઈને હસી પણ શકતા નથી.

એવું કહેવાય છે કે જો કોઈ માણસ આ પરંપરાનું પાલન ન કરે તો દેવતા ગુસ્સે થઈ જાય છે અને તે વ્યક્તિને ઘણું નુકસાન પહોંચાડે છે. આ ડરને કારણે આ પરંપરા આજે પણ 5 વિશેષ દિવસોમાં કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વિદેશીઓ અને બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે. હિમાચલ પ્રદેશના પિણી ગામમાં આ અનોખી સદીઓ જૂની પરંપરાનું પાલન કરવામાં આવે છે,

જેમાં સાવનનાં 5 દિવસ દરમિયાન મહિલાઓ અને પુરુષોએ કડક નિયમોનું પાલન કરવું પડે છે. આ પરંપરા ભગવાનના આશીર્વાદ જાળવી રાખવા અને ગામની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. આ અનોખા રિવાજે પિણી ગામને એક અલગ ઓળખ આપી છે, જે આધુનિકતાના યુગમાં પણ પોતાની પરંપરાઓને જીવંત રાખી રહ્યું છે.

Previous Article

આ રિક્ષા છે પ્લેન ? એરપોર્ટ પર પ્લેનને લોકો ધક્કો મારતા હોય તેવો વીડિયો વાયરલ...સુરત એરપોર્ટના નામે થઇ રહ્યો છે વાયરલ

Next Article

વિરાટ-અનુષ્કાએ બનાવડાવ્યુ તેમના સપનાનું 'હોલિડે હોમ', આલીબાગમાં બનેલા આલીશાન બંગલાનો વીડિયો આવ્યો સામે

error: Protected Content!
Exit mobile version