હોટલની ચાદર પર ઢોળાઇ કોફી તો મેનેજર બોલ્યો- આટલા હજાર તો આપવા જ પડશે…ગેસ્ટે કર્યુ કંઇક એવું કે…

આ દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હોટેલ કર્મચારી મહેમાન પાસેથી તેની બેડશીટ અને તકિયા પર લાગેલ કોફીના ડાઘ માટે 2500 રૂપિયા અને ટેક્સની માંગ કરી રહ્યો છે. આ વીડિયોમાં હોટલનો સ્ટાફ ગેસ્ટને કહે છે કે કોફીના ડાઘ દૂર કરવા શક્ય નથી, તેથી તેણે ડાઘવાળી લિનન ચાદર માટે પૈસા ચૂકવવા પડશે.

વીડિયોમાં ગેસ્ટ હોટલના સ્ટાફને એવું કહેતા સંભળાય છે કે તે પોતે ડાઘ સાફ કરવાનો પ્રયાસ કરશે અથવા બહારથી સાફ કરાવી તેને પરત કરશે. જો કે સ્ટાફનું કહેવું છે કે ડાઘ ખૂબ જ છે અને તે પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બરાબર છે, વીડિયોમાં મહેમાન અને હોટેલ સ્ટાફ વચ્ચે કોફીના ડાઘની માત્રા અંગે દલીલ થઈ છે. મહેમાન કહે છે કે “માત્ર થોડા ટીપાં પડ્યાં હતાં.”

જ્યારે સ્ટાફનો દાવો છે કે ડાઘ વધુ ફેલાઇ ગયા હતા. રેડિટ પર આ વિડિયોની સાથે ગેસ્ટે લખ્યું, “મેં લિનન પર કોફી ઢોળી અને તેઓ મારી પાસે 2500 રૂપિયા અને ટેક્સ માંગી રહ્યા છે, કહે છે કે તે પ્રોપર્ટી ડેમેજ છે. મારે શું કરવું જોઈએ?” આ પોસ્ટ વાયરલ થયા બાદ ઇન્ટરનેટ પર લોકોની પ્રતિક્રિયાઓ આવી રહ્યા છે. કેટલાક લોકોએ ગેસ્ટનો પક્ષ લીધો જ્યારે કેટલાકને સ્ટાફનું કહેવુ બરાબર લાગ્યુ.

I spilled coffee on linen and they’re charging me 2500+taxes and saying it’s a damage to property @IHG hotel, what should I do
byu/EnlightendSatan inmumbai

Previous Article

રેલવે ટ્રેકના પુલ પર બાઇક દોડાવી રીલ બનાવી રહ્યો હતો છોકરો, લોકો બોલ્યા- સમજ નથી આવી રહ્યુ RPF અરેસ્ટ કરશે કે પોલિસ

Next Article

આ રિક્ષા છે પ્લેન ? એરપોર્ટ પર પ્લેનને લોકો ધક્કો મારતા હોય તેવો વીડિયો વાયરલ...સુરત એરપોર્ટના નામે થઇ રહ્યો છે વાયરલ

error: Protected Content!
Exit mobile version