રેલવે ટ્રેકના પુલ પર બાઇક દોડાવી રીલ બનાવી રહ્યો હતો છોકરો, લોકો બોલ્યા- સમજ નથી આવી રહ્યુ RPF અરેસ્ટ કરશે કે પોલિસ

ઘણી વખત કંઈક સાહસિક કરવાની કોશિશમાં રીલબાઝ પોતાના જીવની પણ પરવા કરતા નથી. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક છોકરો પોતાના જીવની સાથે હજારો લોકોના જીવનને પણ જોખમમાં મૂકી રહ્યો છે. રીલ બનાવવાના નશામાં તે નદી પર બનેલા રેલ્વે ટ્રેક પુલ પર બાઇક ચલાવતો જોવા મળે છે. વીડિયોમાં તેની પાછળ બે અન્ય લોકો પણ બેઠેલા જોઈ શકાય છે.

આમ કરીને તે ફક્ત પોતાનો જ નહિ પરંતુ બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે. આ ઉપરાંત જો સામેથી કોઈ ટ્રેન આવી જાય તો તે અકસ્માતનો ભોગ પણ બની શકે છે. ત્યારે આ ક્લિપ વાયરલ થતા યુઝર્સ તે છોકરા સામે કડક કાર્યવાહીની પણ વાત કરી રહ્યા છે. લોકો પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં વ્યક્તિની ઉગ્ર ટીકા કરી રહ્યા છે.

આ રીલ @ll_ravi_thakur_ll76 નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કરી હતી. જેને 10 લાખથી વધુ વ્યૂઝ અને 28 હજારથી વધુ લાઈક્સ મળી છે. એક યુઝરે લખ્યું, “મને સમજાતું નથી કે RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) કે પોલીસ ધરપકડ કરશે.” બીજા એક યુઝરે કહ્યું, ભાઈ કૃપા કરીને આવું ના કરો. બીજા એક યુઝરે કહ્યું કે ભાઈનો માઉન્ટેન ડ્યૂ મોડ સક્રિય થઈ ગયો છે. મોટાભાગના યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં તેની આકરી ટીકા કરી રહ્યા છે.

Previous Article

જામફળના પાંદડાનું સેવન કરવાથી મળે છે આ ફાયદા, સદીઓથી વપરાય છે દવા તરીકે

Next Article

હોટલની ચાદર પર ઢોળાઇ કોફી તો મેનેજર બોલ્યો- આટલા હજાર તો આપવા જ પડશે...ગેસ્ટે કર્યુ કંઇક એવું કે...

error: Protected Content!
Exit mobile version