કરવું છે આ ખાસ કામ તો આપો 100 રૂપિયા, રૂસી મહિલાએ પુરુષોને આપી ઓફર- થઇ માલામાલ
ભારત ફરવા આવેલી રશિયન મહિલાએ સેલ્ફીના બદલે માગ્યા આટલા રૂપિયા- લોકોએ શોખથી ચૂકવ્યા પૈસા
તમે સોશિયલ મીડિયા પર ઘણા લોકોને જોયા હશે જેઓ વિદેશીઓ સાથે ફોટા પાડવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક હોય છે. પરંતુ આ દિવસોમાં ભારતની મુલાકાતે આવેલી એક રશિયન મહિલાએ લોકોની આ ડિમાંડને પહોંચી વળવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો. ઇન્સ્ટાગ્રામ પર એંજેલિના નામની રશિયન મહિલાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આનું કારણ તેની ખાસ ઓફર છે.
રૂસી મહિલા ભારતના દરિયાકિનારા પર ફરતી હતી. આ દરમિયાન ઘણા લોકોએ તેની સાથે ફોટો ક્લિક કરાવાનું કહ્યું. સેલ્ફીની ડિમાંડથી હતાશ થઈ મહિલાએ એવી રીત શોધી કે તે માલામાલ બની ગઈ. વીડિયોમાં મહિલાએ કહ્યું કે તેણે સેલ્ફી માટે 100 રૂપિયા લેવાનું નક્કી કર્યું. આ પછી ઘણા લોકોએ તેની સાથે સેલ્ફી લીધી અને બદલામાં પૈસા પણ આપ્યા.
એંજેલિનાના હાથમાં એક પોસ્ટર છે જેમાં રેડ અક્ષરમાં લખેલું જોવા મળે છે : 1 સેલ્ફી 100 રૂપિયા. મહિલા બીચ પર લોકોને પોસ્ટર બતાવે છે અને આ પછી કેટલાક લોકો તેની સાથે ફોટો પણ પડાવે છે અને બદલામાં તેને 100 રૂપિયા આપે છે.ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર થયા બાદથી અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, અને યુઝર્સ આ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
એકે લખ્યું-જો તમને ઇનકમ ટેક્સ ભરવાનું કહેવામાં આવે તો ચિંતા ના કરો. બીજાએ લખ્યું- કદાચ તે રશિયાના ગુજરાતથી આવી છે. જ્યારે અન્ય એકે લખ્યું- તમને ઇન્કમ ટેક્સ તરફથી ફોન આવતો જ હશે.
