અમેરિકામાં સ્કાયડાઇવિંગ પ્લેન રનવે પરથી લપસી થયુ ક્રેશ, જંગલમાં જઇ ઘુસ્યુ- અનેક ઘાયલ હોસ્પિટલમાં દાખલ

અમેરિકાના નોર્થ કેરોલિનામાં એક ભયંકર વિમાન દુર્ઘટના ટળી હતી. ન્યુ જર્સીમાં એક સ્કાયડાઇવિંગ પ્લેન ક્રેશ થયું હોવાની ખબર છે. વિમાનમાં 15 લોકો સવાર હતા, અને કેટલાક લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂ જર્સીના મોનરો ટાઉનશીપમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન રનવે પરથી લપસીને વિમાન ક્રેશ થયું હતું.

Image Source

આ ઘટના સ્થાનિક સમય મુજબ બુધવારે સાંજે 5:30 વાગ્યે બની હતી, જ્યારે સેસના 208B વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું. અહેવાલ મુજબ, આ વિમાનનો ઉપયોગ સ્કાયડાઇવિંગ માટે થઈ રહ્યો હતો. અકસ્માત સમયે વિમાનમાં 15 લોકો સવાર હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો છે.

Image Source

ફાયર એન્જિન અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. સ્કાયડાઇવિંગ વિમાન એ સ્કાયડાઇવિંગ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતું એક ખાસ પ્રકારનું વિમાન છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફિલાડેલ્ફિયાથી લગભગ 33.8 કિમી દક્ષિણ-પૂર્વમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર 15 લોકોને લઈને જતું ‘સેસના 208B’ વિમાન ક્રેશ થયું હતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

File Pic

એરફિલ્ડમાંથી લેવામાં આવેલી તસવીરોમાં ક્રેશ થયેલ વિમાન જંગલમાં દેખાય છે અને તે ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં છે. ફાયર એન્જિન અને અન્ય ઇમરજન્સી વાહનો ત્યાં હાજર છે. ન્યુ જર્સીના કેમડેનમાં કૂપર યુનિવર્સિટી હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ત્રણ લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે ઓછી ગંભીર ઇજાઓ માટે આઠ લોકોને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અન્ય ચાર લોકોને ખૂબ જ નાની ઇજાઓ થઈ છે.

Previous Article

પ્રેમ, બ્લેકમેઇલિંગ અને આત્મહત્યા ! અમદાવાદના ચાંદખેડામાં 14માં માળેથી કૂદી યુવતિના આપઘાત મામલે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ....ગંદો વીડિયો બનાયો અને....

Next Article

ન્યૂજર્સી એરપોર્ટ પર ટેકઓફ સમયે સર્જાઈ દુર્ઘટના, સ્કાયડાઇવિંગ વિમાન રનવે પરથી લપસી જંગલમાં થયુ ક્રેશ, 15 લોકો હતા સવાર

error: Protected Content!
Exit mobile version