પ્રેમ, બ્લેકમેઇલિંગ અને આત્મહત્યા ! અમદાવાદના ચાંદખેડામાં 14માં માળેથી કૂદી યુવતિના આપઘાત મામલે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ….ગંદો વીડિયો બનાયો અને….

પ્રેમ, બ્લેકમેઇલિંગ ! અમદાવાદના ચાંદખેડામાં 14માં માળેથી કૂદી યુવતિના આપઘાત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ….ગંદો વીડિયો બનાયો અને….

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ 14માં માળેથી કૂદી મોતને વ્હાલું કર્યું છે. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાઈરલ થયા બાદ તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે મૃતકના મિત્રએ બે યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ફરિયાદ દાખલ કરાવી છે.

સમગ્ર ઘટના વિષે મળતી માહિતી અનુસાર મૃતક યુવતી લાંબા સમય સુધી મોહિત ઉર્ફે મિત્રજ મકવાણા સાથે રિલેશનશિપમાં હતી. શરૂઆતમાં બંનેના અંગત પળનો વીડિયો મોહિતના ફોનમાં ઉતારવામાં આવ્યો અને બાદમાં હાર્દિક રબારી નામના વ્યક્તિએ આ વીડિયો તેના ફોનમાંથી લીધો હતો. 2 જુલાઈની સાંજે મૃતક યુવતીએ પોતાની મહિલા મિત્ર કાજલબહેનને આ વિશે ફોન કરીને જાણ કરી અને કહ્યું કે, મેં મારા વાંધાજનક વીડિયો હાર્દિકના ફોનમાં જોયા છે.

ત્યારબાદ મૃતક યુવતી તેની મિત્ર કાજલ બહેન અને કાજલબહેનના પતિ સાથે વૈષ્ણોદેવી સર્કલ જઈને હાર્દિકને મળવા ગયા હતા. અહીં હાર્દિકે મૃતક યુવતીનો વાંધાજનક વીડિયો ત્રણેયને બતાવ્યો અને ત્યારબાદ મોહિતને મળ્યા અને મોહિતને પણ વીડિયો ડિલીટ કરવાની માંગ કરી. જોકે, મોહિતે શરૂઆતમાં તેનો ઈનકાર કર્યો, ત્યારબાદ મૃતક મહિલાએ પોલીસને ફોન કર્યો અને સમગ્ર ઘટના વિશે જાણ કરી.

જો કે ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું. જોકે, બીજા દિવસે પણ યુવતીને આ વીડિયોને લઈ ચિંતિત હતી. 3 જુલાઈએ તેણે પોતાની મહિલા મિત્રને જાણ કરી કે, તે પોતાના મિત્ર જયરાજ સિંહ સાથે બહાર ફરવા જાય છે અને પરત નહીં ફરે. જોકે, બીજા દિવસે વહેલી સવારે યુવતીએ જયરાજના ઘરે 14માં માળેથી નીચે કૂદી પોતાનું જીવન ટૂંકાવી દીધું. ત્યારબાદ મૃતક મહિલાની મિત્રએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી કે, તેના બોયફ્રેન્ડ મોહિત અને તેનો મિત્ર હાર્દિકે આ અશ્લિલ વીડિયો વાઈરલ કરીને તેને આત્મહત્યા કરવા તરફ ધકેલી છે.

ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ બંને આરોપી સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Previous Article

અંજલિ અરોરાનો ડાંસ વીડિયો થયો વાયરલ, કહ્યુ- વીડિયો ડિલિટ થઇ શકે છે...લોકો બોલ્યા- હવે આવી છે આ અસલી રૂપમાં

Next Article

અમેરિકામાં સ્કાયડાઇવિંગ પ્લેન રનવે પરથી લપસી થયુ ક્રેશ, જંગલમાં જઇ ઘુસ્યુ- અનેક ઘાયલ હોસ્પિટલમાં દાખલ

error: Protected Content!
Exit mobile version