ન્યૂજર્સી એરપોર્ટ પર ટેકઓફ સમયે સર્જાઈ દુર્ઘટના, સ્કાયડાઇવિંગ વિમાન રનવે પરથી લપસી જંગલમાં થયુ ક્રેશ, 15 લોકો હતા સવાર

ન્યૂજર્સીમાં ક્રોસ કીઝ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ ન્યુ જર્સીના એક એરપોર્ટ પર એક નાનું સ્કાયડાઇવિંગ વિમાન રનવે પરથી લપસીને જંગલમાં ઘૂસી ગયું ત્યારે આ અકસ્માત થયો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાનો વીડીયો પણ સામે આવ્યો છે.જેમાં વિમાનનો કાટમાળ જંગલમાં વિખરાયેલો જોવા મળે છે. ઘટનાસ્થળ ફાયર એન્જિન અને અન્ય ઘણા ઇમરજન્સી વાહનોથી ઘેરાયેલું છે.

અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5:30 વાગ્યે ક્રીઝ એરપોર્ટ પર સેસના 208 બી વિમાન એરપોર્ટ પર ટેકઓફ કરી રહ્યું હતું, એટલે કે એવું કહેવાય છે કે લેન્ડિંગ દરમિયાન, પાઇલટે વિમાન પરનો કાબુ ગુમાવ્યો અને રનવે પર રોકાવાને બદલે, તે દિવાલ તોડીને ક્રેશ થયું. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ આ જાણકારી આપી છે. FAAના જણાવ્યા પ્રમાણે ક્રેશ થયેલા વિમાનનો ઉપયોગ સ્કાય ડાઈવિંગ માટે કરવામાં આવી રહ્યો હતો અને ક્રેશ સમયે તેમાં 15 લોકો સવાર હતા. ગ્લુસેસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટે આ ઘટનાને એક મોટી ઘટના ગણાવી છે.

હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ ઘાયલ વ્યક્તિઓને કેમડેનના કૂપર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બીજી તરફ આ દુર્ઘટનાન કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, સદભાગ્યે વિમાન દુર્ઘટના છતાં, તેમાં આગ લાગી ન હતી. વિમાનને નુકસાન થયું હતું, પરંતુ કટોકટી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુસાફરોને બહાર કાઢ્યા હતા.હાલ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Previous Article

અમેરિકામાં સ્કાયડાઇવિંગ પ્લેન રનવે પરથી લપસી થયુ ક્રેશ, જંગલમાં જઇ ઘુસ્યુ- અનેક ઘાયલ હોસ્પિટલમાં દાખલ

Next Article

મુંબઈની જાણીતી શાળાની 40 વર્ષની શિક્ષિકાનું કૌભાંડ! 16 વર્ષના વિદ્યાર્થીને ફાઈવસ્ટાર હોટલોમાં લઈ જતી, દવા ખવડાવી કરતી કાંડ, પછી..

error: Protected Content!
Exit mobile version