આ છે ક્રિકેટ જગતના અજબ-ગજબના 5 નિયમો, અમુક નિયમ તો સાંભળ્યા પણ નહીં હોય

ક્રિકેટ અનિશ્ચિતતાઓ, રોમાંચ અને અજબ ગજબ નિયમોની રમત છે. ક્રિકેટમાં કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. જે સૌને ચોંકાવી દે છે. આજના સમયમાં લોકોની પ્રિય રમત ક્રિકેટ બની રહી છે. ક્રિકેટને ભલે સજ્જનોની રમત કહેવામાં આવે, પરંતુ તેમાં ચોક્કસ અજબ-ગજબના નિયમો હોય છે. જ્યારે ચાહકો ઘણીવાર છગ્ગા, ચોગ્ગા, વિકેટ, બેટ્સમેન, બોલર અને ફિલ્ડર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે ક્રિકેટના કાયદામાં ઘણી ઓછી જાણીતી કલમો છે જે મેચને બદલી શકે છે – અથવા ચાહકોને અવિશ્વાસમાં મૂકી શકે છે. આઇસીસીએ ક્રિકેટના ઘણા નિયમોમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સલાઇવાનો ઉપયોગથી લઇને ડીઆરએસ, ટેસ્ટમાં સ્ટોપ ક્લોક સુધી સામેલ છે.

હિટ વિકેટ

આ ત્યારે થાય છે જ્યારે બેસ્ટમેન પોતાના બેટ અથવા શરીરના કોઇ ભાગથી સ્ટંપને પાડી દે, ભલે તે શોટ રમતા વખતે કે રન પુરા કરતા સમયે હોય કે પછી બોલ રમ્યા પછી ક્રિજમાં પાછા ફરતા સમયે હોય, સીધી રીતે ક્રીઝ પર બેટીંગ કરતી વખતે જ્યારે કોઈ બેટ્સમેનનું બેટ અથવા શરીરનો કોઈ ભાગ સ્ટંપ્સમાં લાગી જાય તો તેને હિટ વિકેટ આઉટ આપવામાં આવે છે.

ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ

આ નિયમ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઇ ફિલ્ડર જાણીજોઇને બોલને રોકીને કે બાધિત કરીને બેસ્ટમેનને રન બનાવવાથી રોકે છે. આ નિયમના દાયરામાં ફીલ્ડર આવે છે. આમા ભૂલ કરનાર પક્ષને 5 રનની પેનલ્ટી લાગે છે. બેસ્ટમેનને આઉટ પણ આપવામાં આવી શકે છે.

અપીલ વગર આઉટ નહિં

ફિલ્ડિંગ ટીમ અપીલ કરતી નથી તો બેસ્ટમેનને આઉટ આપવામાં આવશે નહિ ભલે બોલ અને વિકેટ વચ્ચે સ્પષ્ટ ટક્કર કેમ થઇ ના હોય. આ એક પરંપરા છે અને રમતનો એક અનિવાર્ય ભાગ છે.

ટાઇમ આઉટ

એક બેટ્સમેનને આઉટ થયા બાદ જ્યારે નવો બેટ્સમેન ક્રીઝ પર બેટીંગ કરવા માટે સમયસર નથી પહોંચતો તો તેને ટાઈમ આઉટ આપી દેવામાં આવે છે. નવા બેટ્સમેનને ત્રણ મિનિટની અંદર મેદાન પર આવવાનું હોય છે.

બોલને બે વાર ફટકારવો

બેસ્ટમેન જાણી જોઇને બોલને બે વાર મારી શકતો નથી. જો કોઇ બેસ્ટમેન આવુ કરે તો આઉટ આપવામાં આવે છે. જો કે વિકેટને બચાવવા માટે બોલને બે વાર મારે છે. (જેમ કે બોલ સીધી સ્ટંપ પર જઇ રહી હોય) તો આઉટ આપવામાં નહી આવે.

Previous Article

પતિની બેવફાઇ પર બેગમે ગુમાવ્યો ગુસ્સો, રસ્તા પર હાઇવોલ્ટેજ ડ્રામા- જુઓ વાયરલ વીડિયો

Next Article

ગુજરાતી ફિલ્મ 'ડેડા' જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?

error: Protected Content!
Exit mobile version