બાળકનો પિતા કોણ..? સુરતની 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષનો વિદ્યાર્થી..તપાસમાં ચોંકાવનારો ખુલાસો! શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ! DNA ટેસ્ટમાં થશે ખુલાસો

ઘોર કળયુગ..11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગેલી ટીચર તો ગર્ભવતી નીકળી!

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઇને ભાગી ગઈ હતી. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પુણા પોલીસે ચાર દિવસ બાદ બંનેને ગુજરાત રાજસ્થાનની બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા. જે બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે અનેકવાર શારીરિક સંબંધ પણ બંધાયા છે.

જો કે, તેના મેડિકલ ચેકએપ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે. શિક્ષિકાએ આ ગર્ભ 13 વર્ષના વિદ્યાર્થીનો હોવાનો દાવો કર્યો છે. આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બંનેના DNA રિપોર્ટ આધારે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ કોર્ટે શિક્ષિકાના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.શિક્ષિકાએ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં શિક્ષિકાએ શારીરિક શોષણ કર્યું હોવાની કબૂલાત કરી છે. પોલીસ શિક્ષિકા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનિય છે કે, સુરતમાં કરિયાણાની સ્ટોર ચલાવતા મૂળ રાજસ્થાનના દુકાનદારનો 13 વર્ષનો મોટો દીકરો પરવટ પાટિયા પાસેની શિક્ષિકા માનસી રજનીકાંત નાઈ (ઉં.વ. 23)ને ત્યાં ટ્યુશન જતો હતો. તેની સ્કૂલમાં પણ એ જ શિક્ષિકા હતી. સ્મિત 25 એપ્રિલના રોજ બપોરે એપાર્ટમેન્ટની નીચે રમવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યો ન હતો.

Previous Article

ફિલ્મ 'ચક દે ઇન્ડિયા'ની છોરી કોમલ ચૌટાલાએ બિકિનીમાં વરસાવ્યો કહેર, પૂલમાં મોજ કરી, જુઓ ગજબની હોટ તસવીરો

Next Article

અમેરિકામાં 15 વર્ષના સાવકા દીકરા સાથે નર્સ કરી રહી હતી ગંદુ કામ... પતિએ રંગે હાથ પકડી; જુઓ બેશરમ મહિલાની તસવીરો

error: Protected Content!
Exit mobile version