ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ની છોરી કોમલ ચૌટાલાએ બિકિનીમાં વરસાવ્યો કહેર, પૂલમાં મોજ કરી, જુઓ ગજબની હોટ તસવીરો

‘ચક દે ઈન્ડિયા’ ગર્લ પોતાની ગ્લેમરસ અને આત્મવિશ્વાસપૂર્ણ તસવીરથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ ચિત્રાશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં ચિલ કરતી તસવીરો શેર કરી છે. તેના આ સુંદર ફોટા જોવા લાયક છે. ‘ચક દે ઈન્ડિયા’માં ઝારખંડની મજબૂત હોકી ખેલાડીનો રોલ ભજવનાર કોમલ ચૌટાલા એટલે કે ચિત્રાશી ઓલિવ ગ્રીન બિકીની અને યલો બોટમ પૂલ ડ્રેસમાં જોવા મળી રહી છે.

તેણે બ્રાઉન ગોગલ્સ પણ કેરી કર્યા છે. ચિત્રાશીએ પુલમાં ચિલ કરતા ઘણા પોઝ આપ્યા છે. દરેક પોઝમાં ચિત્રાશીની એક અલગ જ સ્ટાઇલ જોવા મળે છે. ચિત્રાશીએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે- ચિલ પ્રો મેક્સ એટ ઇન્ફિનિટી પૂલ. શાંત વાદળી પાણી, ખુલ્લું આકાશ અને તેનો રિલેક્સ્ડ મૂડ.

આ તસવીરો આરામ, સ્ટાઇલ અને આત્મવિશ્વાસનું સંપૂર્ણ મિશ્રણ છે. તેનો લુક એ બતાવવા માટે પૂરતો છે કે તે માત્ર એક અભિનેત્રી જ નથી પરંતુ ટ્રેન્ડસેટર પણ છે. આ તસવીર આવતાની સાથે જ તેના કોમેન્ટ સેક્શનમાં ચાહકોનો ભરાવો થઈ ગયો. ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી અને તેની સુંદરતાની પ્રશંસા કરતા જોવા મળે છે.

જણાવી દઇએ કે, ચિત્રાશી રાવતે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં ‘કોમલ ચૌટાલા’નું પાત્ર ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ‘કોમલ ચૌટાલા’ના પાત્રે આ અભિનેત્રીનું નસીબ ચમકાવ્યું. ‘ચક દે ઈન્ડિયા’ ફેમ ચિત્રાશી રાવત ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે.

અભિનેત્રીએ 18 વર્ષની ઉંમરે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. ચિત્રાશી રાવતની પહેલી ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ પછી, આ અભિનેત્રી ‘લક’, ‘યે દૂરિયાં’, ‘તેરે નાલ લવ હો ગયા’ અને ‘બ્લેક હોમ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.

ચિત્રાશી રાવત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ પણ છે. તે અવાર નવાર તેની તસવીરો અને રીલ્સ અપલોડ કરતી રહે છે.

Previous Article

સુરતની 23 વર્ષની ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી જોડે અહીંયા સંબંધો બાંધ્યા હતા, થયા સૌથી મોટા મોટા ખુલાસા, જાણો

Next Article

બાળકનો પિતા કોણ..? સુરતની 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષનો વિદ્યાર્થી..તપાસમાં ચોંકાવનારો ખુલાસો! શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ! DNA ટેસ્ટમાં થશે ખુલાસો

error: Protected Content!
Exit mobile version