ખરાબ સમાચાર સાંભળતા જ અડધી રાત્રે અનિલ કપૂરના ઘરે ભાગ્યા સેલેબ્સ, પણ ટ્રોલ થઇ ગઇ સોનમ કપૂર; જુઓ તસવીરો

ગઈકાલે રાત્રે બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો. અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરે ગત રોજ 2 મેએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા. નિર્મલ કપૂરે 90 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. જણાવી દઈએ કે નિર્મલ કપૂરના અંતિમ સંસ્કાર સંબંધિત વિધિઓ આજે એટલે કે શનિવારે કરવામાં આવશે. જો કે આ દુઃખની ઘડીમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઓ મધ્યરાત્રિએ અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતા.

આ દુઃખના સમયમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે અનિલ કપૂરના ઘરે પહોંચી હતી. જણાવી દઈએ કે નિર્મલ કપૂર એટલે કે સુચિત્રા કપૂૂર જાહ્નવી કપૂર-અર્જુન કપૂર-સોનમ કપૂરની દાદી છે અને અનન્યાની જાહ્નવી સાથે ગાઢ મિત્રતા છે. અનિલ કપૂરની માતાના નિધનના સમાચાર મળતા જ જેકી શ્રોફ તરત જ અનિલ કપૂરના ઘરે પહોંચ્યા હતા.

આ દરમિયાન અભિનેતા મીડિયાથી દૂર રહેતા જોવા મળ્યા. ગઈકાલે રાત્રે અનિલ કપૂરના ઘરની સામે ભારે ભીડ હતી. આ દરમિયાન જાવેદ અખ્તર પણ તેમના ઘરની બહાર જોવા મળ્યા હતા. નિર્મલ કપૂરના નિધનથી જાવેદ દુઃખી દેખાતા હતા. જણાવી દઈએ કે અનિલ કપૂરના મિત્રોની ઇન્ડસ્ટ્રીમાં કોઈ કમી નથી. ત્યારે આ દુખની ઘડીમાં તેમના ભાગીદાર બનવા માટે ઘણા સેલેબ્સ આગળ આવ્યા. કરણ જોહર અને રાની મુખર્જી પણ ગત રાત્રે અનિલ કપૂરના ઘરની બહાર સ્પોટ થયા હતા.

રાની મુખર્જી અને અનિલ કપૂરે સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે અને રાનીની એક્ટર સાથે સારી મિત્રતા પણ છે. ત્યારે ગઈકાલે રાત્રે રાની પણ અનિલ કપૂરના ઘરની બહાર સ્પોટ થઇ હતી. આ ઉપરાંત શાહરૂખ ખાન અને અનિલ કપૂર વચ્ચે પણ સારુ બોન્ડિંગ છે. ગઈકાલે રાત્રે શાહરૂખ તો અનિલના ઘરે પહોંચી શક્યો નહોતો, પરંતુ તેની પુત્રી સુહાના આ મુશ્કેલ સમયમાં જરૂર તેની મિત્રો જાહ્નવી અને ખુશીને ટેકો આપવા પહોંચી હતી. રવિના ટંડન પણ અનિલ કપૂરના ઘરે દુખમાં સહભાગી થવા આવી હતી. જો કે આ સોનમ ટ્રોલ થઇ ગઇ.

સોનમ કપૂર દાદીના નિધનના સમાચાર મળતા જ પિયર પહોંચી હતી પણ આ દરમિયાન સોનમ જે કારમાં આવી હતી તેનો દરવાજો કોઈ બીજાએ ખોલ્યો અને કારમાંથી બહાર આવતાની સાથે જ સોનમે તેના વાળ સરખા કર્યા. આ કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક વ્યક્તિએ લખ્યું, ‘આવા પ્રસંગે પણ તમારી ફેશનનો અંત નથી આવતો.’

Previous Article

બોલિવુડમાં એન્ટ્રી પહેલા જ લાલ જોડામાં દુલ્હન બની મહાકુંભ ગર્લ મોનાલિસા, નવા લુકથી મચાવ્યો તહેલકો

Next Article

સુરતમાં 19 વર્ષીય મોડલે કર્યો આપઘાત! ચાર દિવસ પહેલાં જ આવી હતી સુરત, જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version