માતાના નિધનથી તૂટેલા અનિલ કપૂરને સંભાળતા જોવા મળ્યા જિગરી મિત્ર જેકી શ્રોફ, જાહ્નવી-ખુશીની રડી રડીને હાલત ખરાબ

પંચ મહાભૂતમાં વિલીન થયાં અનિલ-બોની કપૂરના માતા,અશ્રુભીની આંખે પરિવાર અને સેલેબ્સે નિર્મલ કપૂરને આપી અંતિમવિદાઈ

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરના માતા નિર્મલ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું છે. નિર્મલ કપૂરના અંતિમ દર્શન માટે ઘણા સેલેબ્સ મુંબઈના પવન હંસ સ્મશાનગૃહ ખાતે પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, પરિવાર અને ઘણા સેલેબ્સે તેમને અશ્રુભીની આંખે વિદાય આપી

નિર્મલ કપૂરની અંતિમ વિધિ સવારે સાડા અગિયાર વાગ્યે પવન હંસ સ્માશનગૃહ ખાતે યોજાઈ હતી. તેમના પાર્થિવ દેહને ફૂલોથી શણગારેલી એમ્બ્યૂલન્સ દ્વારા સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો. માતાના અંતિમ સંસ્કાર પહેલા અનિલ કપૂર પોતાનું દુઃખ છુપાવતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, માતા નિર્મલ અનિલના પરિવાર સાથે રહેતા હતા. આ દુઃખની ઘડીમાં, જેકી શ્રોફ દરેક પગલે તેમના મિત્ર અનિલને સંભાળતા જોવા મળ્યા હતા.

તેમના અંતિમસંસ્કાર માટે દીકરા અનિલ કપૂર, બોની કપૂર, સંજય કપૂર પહોંચ્યા હતા. ઉપરાંત નિર્મલ કપૂરના પૌત્ર- પૌત્રીઓ અર્જૂન કપૂર, સોનમ કપૂર, રિયા કપૂર, શનાયા કપૂર, અન્શુલા કપૂર, જાન્હવી કપૂર, ખુશી કપૂર પહોંચ્યા હતા. સાથે જ શિખર પહારિયા પણ પહોંચ્યો હતો. અર્જુન કપૂર તેમના દાદીની ખૂબ નજીક હતા. અર્જુન કપૂરની આ તસવીર તેમના દાદીના અવસાન પછી સામે આવી છે. ગતરાત્રિએ તે તેના પરિવાર સાથે એમ્બ્યુલન્સમાં જોવા મળ્યો હતો.


અભિનેત્રી જાહ્નવી કપૂર દાદીના નિધનથી સૌથી વધુ દુઃખી જોવા મળી. તેણે તરત જ તેની બહેન ખુશીનો હાથ પકડી લીધો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ખાન પરિવાર અનિલ કપૂરના પરિવારની સૌથી નજીક છે.અરબાઝ પણ પહોંચ્યા હતા.બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર દાદીના અવસાનના સમાચાર સાંભળી તરત પહોંચી હતી.


જણાવી દઈએ કે બોની કપૂર અને અનિલ કપૂરની માતા નિર્મલ કપૂરનું 90 વર્ષની વયે અવસાન થયું છે. 2 મેના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Previous Article

સાબરકાંઠા : ST, જીપ અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એક વર્ષની બાળકી સહિત 4નાં મોત-9 ઘાયલ; જુઓ તસવીરો

Next Article

દાદીના નિધનની ખબર સાંભળતા જ દોડી આવી જાહ્નવી-ખુશી, કપૂર પરિવાર પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ

error: Protected Content!
Exit mobile version