સુરતમાં 19 વર્ષીય મોડલે કર્યો આપઘાત! ચાર દિવસ પહેલાં જ આવી હતી સુરત, જુઓ તસવીરો

સુરતના સારોલી વિસ્તારમાંથી આપઘાતની ઘટના સામે આવી છે. સુખપ્રીત કૌર નામની મોડલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ચાર દિવસ પહેલા મધ્યપ્રદેશથી મોડેલિંગ કરવા માટે આવેલી યુવતીએ મોતને વ્હાલું કર્યું.

 

મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી.યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલાં જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. આજે બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી.

સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે. સારોલી પોલીસે આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સુખપ્રીત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સુખપ્રીત ખુબજ મળતાવડી છોકરી હતી પોલીસ દ્વારા હાલ તેની બહેનપણીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યાની જણાઇ રહી છે જો કે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.

Previous Article

ખરાબ સમાચાર સાંભળતા જ અડધી રાત્રે અનિલ કપૂરના ઘરે ભાગ્યા સેલેબ્સ, પણ ટ્રોલ થઇ ગઇ સોનમ કપૂર; જુઓ તસવીરો

Next Article

દુ:ખદ : ગોવામાં શિરગાંવમાં શ્રી લૈરાઈ 'યાત્રા' દરમિયાન નાસભાગ, 7 લોકોના કરૂણ મોત, 30 થી વધુ ઘાયલ

error: Protected Content!
Exit mobile version