ઇમરાન હાશમીની જન્નત વાળી હિરોઇને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી સ્ટનિંગ તસવીરો, બોલ્ડ અવતારથી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક સોનલ ચૌહાણનું કરિયર ‘ચાર દિનોં કા પ્યાર ઓ રબ્બા…લંબી જુદાઈ…લંબી જુદાઇ…’ આ ગીત જેવું જ હતુ. હા, એક સમયે ચાહકોના દિલો પર રાજ કરતી અભિનેત્રી આજે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જો કે એમાં કોઈ શંકા નથી કે તે પોતાના લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. તે અવારનવાર પોતાના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સોનલ ફરી એકવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

તાજેતરમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક અદભૂત ફોટા શેર કર્યા છે, જેમાં તે માલદીવમાં સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરમાં સોનલ ચૌહાણે એનિમલ પ્રિન્ટ બિકીની સાથએ નેટેડ પેન્ટ પહેર્યુ છે, આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આ લુક સાથે તેણે સનગ્લાસ કેરી કર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. સોનલની તસવીરોના બેકગ્રાઉન્ડમાં વાદળી સમુદ્ર અને વાદળછાયું આકાશ સુંદરતામાં વધારો કરી રહ્યું છે.

સોનલની આ તસવીરો જોઇ ચાહકો દીવાના થઇ ગયા છે અને કમેન્ટ્સ કરી પોતાની ફેવરેટ એક્ટ્રેસ પર પ્રેમ વરસાવી રહ્યા છે. જણાવી દઇએ કે, ઈમરાન હાશ્મીની આ હિરોઈનની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. જો તમે ઈમરાન હાશ્મીની ફિલ્મ જન્નત જોઈ હશે તો તમને સોનલ ચૌહાણ જરૂરથી યાદ હશે. આ એક્ટ્રેસ ઉત્તર પ્રદેશના રાજપૂત શાહી પરિવારની છે. અભિનેત્રીએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે. પરંતુ કહેવાય છે ને કે નસીબમાં જે હોય તે થઇને જ રહે છે.

પત્રકારત્વનો અભ્યાસ કરનાર હસીના સોનલે પોતાની સુંદરતાથી લાખો લોકોને દિવાના બનાવ્યા છે. તેણે વર્ષ 2005માં પ્રથમ વખત મિસ વર્લ્ડ ટુરિઝમ 2005નો ખિતાબ જીત્યો હતો. આ પછી અભિનેત્રીએ હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપ કા સુરૂર’માં કામ કરીને પોતાની ઓળખ બનાવી. આ ગીત હિટ થયું અને દરેકના હોઠ પર લોકપ્રિય બન્યું. સોનલે માસ્ક કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો અને પત્રકાર બનવાનું સપનું જોયું. જો કે એકવાર કુણાલ દેશમુખે તેને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જોઇ.

કુણાલ તેની ફિલ્મ જન્નત માટે નવા ચહેરાની શોધમાં હતો, અભિનેત્રીને એક અઠવાડિયામાં જ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સામે ઈમરાન હાશ્મી હતો, જેની સાથે સોનલે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને આ ફિલ્મ નસીબથી મળી હતી.

સોનલે ઘણી ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ તેણે કરેલી તમામ ફિલ્મોમાં તેના અભિનય માટે તેણે પ્રશંસા મેળવી છે. અભિનેત્રીએ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’, ‘3D’, ‘પહેલા સિતારા’, ‘રેનબો’, ‘ચેલુવેયે નીન્ને નોદાલુ’, ‘3G’, લિજેન્ડ, ‘પનડાગા ચેસ્કો’, ‘શેર’, ‘સાઈઝ ઝીરો’, ‘ઇંજી ઇડુપ્પઝ્ગી’, ‘ડિટેક્ટર’ પલટન’, ‘ધ પાવર’, ‘F3: ‘ફન એન્ડ ફ્રસ્ટ્રેશન’ અને ‘ધ ઘોસ્ટ’ જેવી થોડી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ સિવાય તેણે ઓટીટી પર પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યુ છે. એક્ટ્રેસ તેની પ્રોફેશનલ લાઇફ કરતા વધારે પોતાની પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહી છે. તેના પ્રેમની ચર્ચાઓ ગોસિપ કોરિડોરમાં પ્રચલિત રહી હતી. સોનલનું નામ ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દાસાનીથી લઈને નીલ નીતિન મુકેશ અને સિદ્ધાર્થ માલ્યા સુધી અનેક સાથે જોડાઇ ચૂક્યુ છે. જો કે અભિનેત્રીએ ક્યારેય આ વાતની પુષ્ટિ કરી નથી.

Previous Article

હાઇવે પર 8 વખત પલટાઈ ગાડી, 5 લોકો હતા સવાર, બહાર નીકળીને કીધું ચા મળશે? વાયરલ થયો વીડિયો

Next Article

વિદેશમાં વધુ એક હત્યા,ચપ્પુના ઘા ઝિંકી ઉતાર્યો મોતને ઘાટ , ગુજરાતીના હાથે જ ગુજરાતી યુવકની હત્યા! જાણો શું હતી ઘટના

error: Protected Content!
Exit mobile version