કેમેરામાં કેદ થયુ મલાઇકા અરોરાનું નવું ટેટૂ જોયું? 🤯 લોકોએ કહ્યુ- બાપ રે આ શું કરી દીધું છે
બોલિવૂડની નંબર વન ડાન્સિંગ ક્વીન મલાઈકા અરોરા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઇફને કારણે વધુ ચર્ચામાં રહે છે. અર્જુન કપૂર સાથે બ્રેકઅપ પછી લોકો તેની ખૂબ ચર્ચા કરતા જોવા મળે છે. હાલમાં મલાઈકા અરોરા તેના નવા ટેટૂને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
જણાવી દઈએ કે મલાઈકા અરોરાએ અત્યાર સુધી પોતાના શરીરના વિવિધ ભાગો પર ઘણા ટેટૂ કરાવ્યા છે અને તેણે આ ટેટૂ વિશે ખુલ્લેઆમ વાત પણ કરી છે. જો કે મલાઈકા તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ગઈ હતી જ્યાં તેના નવા ટેટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મલાઈકા અરોરાએ જે ટેટૂ કરાવ્યુ છે તેનો અર્થ સબર એટલે ધીરજ અને શુક્ર એટલે કૃતજ્ઞતા છે. ઉલ્લેખનીય છે કે, 2024નું વર્ષ મલાઈકા અરોરા માટે મુશ્કેલીઓથી ભરેલું હતું.
તેના પિતા અનિલ મહેતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. બીજી બાજુ તેનું તેનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું. મલાઈકા અરોરા તેના પિતાના અવસાન પછી ખૂબ જ ભાંગી પડી હતી. જણાવી દઈએ કે આ દિવસોમાં મલાઈકા અરોરા પ્રખ્યાત કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝા સાથે એક રિયાલિટી શોને જજ કરતી જોવા મળી રહી છે. મલાઈકા અરોરા તેના ડાન્સ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને લોકોને તેની ડાન્સ સ્કિલ ખૂબ ગમે છે.
