વિદેશમાં વધુ એક હત્યા,ચપ્પુના ઘા ઝિંકી ઉતાર્યો મોતને ઘાટ , ગુજરાતીના હાથે જ ગુજરાતી યુવકની હત્યા! જાણો શું હતી ઘટના

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે..મૂળ નવસારી જિલ્લાના બિલિમોરામાં રહેતા મિહીર દેસાઇ નામના યુવકની હત્યા કરવામાં આવી. યુવક ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતો હતો,તેની હત્યાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે.

આ ઘટના બાદ મેલબોર્ન પોલીસે ઘરમાંથી એક 42 વર્ષીય યુવકની અટકાયત કરી હતી. જોકે, તપાસમાં હુમલાખોર વ્યકિત ગુજરાતી મૂળનો જ હોવાનું સામે આવ્યુ છે. જાણવા મળી રહ્યું છે કે, આ બન્ને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. મિહિર દેસાઈની હત્યાના પગલે હાલમાં ગુજરાતમાં વતન બીલીમોરામાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ તપાસ ચાલી રહી છે પરંતુ હત્યા ક્યાં કારણોસર થઈ તે અંગે મેલબૉર્ન પોલીસે કોઈપણ સ્પષ્ટતા કરી નથી.

વધુમાં મિહિર દેસાઈના મૃતદેહનું પીએમ કરી દેવાયું છે અને તેને ઓસ્ટ્રેલિયા ખાતે જ રાખવામાં આવ્યો છે. મિહિરના માતા બીલીમોરામાં એકલા રહે છે અને મિહિરની બહેન જર્મનીમાં રહે છે.પ્રાપ્ત માહિતી અનુસાર મૃતદેહને ભારત લાવવો કે નહી તેનો નિર્ણય પરિવારજનો લેશે. હાલમાં ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના લોકો એકત્રિત થયા હતા.તો બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં મિહિરની હત્યાને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Previous Article

ઇમરાન હાશમીની જન્નત વાળી હિરોઇને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી સ્ટનિંગ તસવીરો, બોલ્ડ અવતારથી વધાર્યુ ઇન્ટરનેટનું તાપમાન

Next Article

લગ્ન પછી ભાન ભુલ્યુ દંપતી, સુહાગરાતની રાહ જોયા વિના જ ગાડીમાં કરવા લાગ્યા રોમાન્સ, સગા-સબંધીઓની પણ ના રાખી શરમ , જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version