લો ભાઇ…માણસ શું વાળ પણ સુરક્ષિત નથી…ચોરોએ કરી એવી ચોરી કે બધા રહી ગયા હેરાન…! 830 કિલો વાળ ઉડાવી લઇ ગયા ચોર,

કર્ણાટકના બેંગલુરુમાંથી એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. લક્ષ્મીપુરા ક્રોસમાં આવેલા એક વેરહાઉસમાંથી અંદાજે 1 કરોડ રૂપિયાના માનવ વાળની ​​ચોરી થઈ ગઇ. આ ઘટના ઉત્તર બેંગલુરુમાં બની હતી. ચોરોએ 830 કિલો માનવ વાળની ​​ચોરી કરી હતી. પોલીસ ચોરોને શોધી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 73 વર્ષના વેંકટસ્વામી વાળનો બિઝનેસ કરે છે. તે ઉત્તર બેંગલુરુમાં રહે છે. 12 ફેબ્રુઆરીએ તેમણે પોતાનું વેરહાઉસ હેબ્બલથી લક્ષ્મીપુરા ક્રોસ શિફ્ટ કર્યું. વેંકટસ્વામીએ સોલાદેવનહલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેમણે જણાવ્યું કે વેરહાઉસ એક બિલ્ડિંગના ભોંયરામાં હતું. 27 બેગમાં આશરે 830 કિલો માનવ વાળ રાખવામાં આવ્યા હતા. લોખંડના સળિયા વડે વેરહાઉસનું શટર તોડી વાળથી ભરેલી બેગ ચોરો કારમાં ભરીને ભાગી ગયા. વેંકટસ્વામીએ કહ્યું કે જ્યારે ચોર બેગ લોડ કરી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક રહેવાસીએ તેમને જોયા. તેઓ તેલુગુમાં વાત કરી રહ્યા હતા અને એકબીજાને બેગ મૂકવાની સૂચના આપી રહ્યા હતા. તે વ્યક્તિને લાગ્યુ કે બેગ તેમના જ હશે અને તે ઘર ચાલ્યો ગયો. એક રાહગીરને શક થયો કે ચોર વાળ ચોરી રહ્યા છે.

કેટલાક વાળ રસ્તા પર વિખેરાયેલા હતા. તેણે 112 પર ફોન કરી પોલીસને જાણ કરી અને ચાલ્યો ગયો. હોયસલા પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી ત્યારે વેરહાઉસનું શટર અડધું ખુલ્લું હતું. પોલીસે બિલ્ડિંગના અન્ય દુકાનદારોને પણ જાણ કરી. વેંકટસ્વામીને રાત્રે 1:50 વાગ્યે સમાચાર મળ્યા. વેંકટસ્વામીએ કહ્યું કે જ્યારે હું ઘટનાસ્થળે દોડ્યો તો મેં જોયું કે વેરહાઉસ ખાલી હતું. અમે 830 કિલોથી વધુ વાળ રાખ્યા હતા.

ખરીદદારે તે બેગનું ચેકિંગ કરી લીધુ હતુ અને તેના પર નિશાન લગાવી દીધુ હતુ. વાળના વેપાર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, ચોરાયેલા વાળની ​​બજાર કિંમત 1 કરોડ રૂપિયા છે. વેંકટસ્વામી હૈદરાબાદના એક વેપારીને વાળ સપ્લાય કરે છે. તે વેપારી વાળને બર્મા મોકલે છે, જ્યાંથી તે ચીન પહોંચે છે. પહેલથી પૈસા મળ્યા બાદ વેંકટસ્વામી અને તેના પરિવારના લોકો આંધ્રપ્રદેશના અનેક જિલ્લામાં જાય છે. કડપ્પા અને શ્રીકાકુલમ જેવા જિલ્લાઓમાંથી વાળ ખરીદે છે.

અહેવાલ અનુસાર, ભારતમાં કેટલીક જગ્યાએ ઉચ્ચ ગુણવત્તાવાળા વાળ ઉપલબ્ધ છે. ઘણા લોકો ઘરે ઘરે જઈને લોકો પાસેથી વાળ ખરીદે છે. તેઓ લગભગ રૂ.1,000 થી રૂ.2,000 પ્રતિ કિલોના ભાવે વાળ ખરીદે છે ને પછી એજન્ટોને વેચે છે. એજન્ટો વેંકટસ્વામી જેવા વેપારીઓને વાળ વેચે છે. ભારતના વાળ અન્ય દેશોના વાળ કરતાં સસ્તા છે. બર્મા અને ચીન વાળ ખરીદે છે અને વિગ બનાવે છે. ગ્લોબલ માર્કેટમાં ભારતીય વાળની ભારે માંગ છે.

Previous Article

જૂતા ચોરવા ગજબની ખેંચતાણ, વરરાજાના હાલ થયા બેહાલ- વીડિયો જોઈ તમે પણ હસવાનું નહીં રોકી શકો...

Next Article

3 ટાવર, 12-12 માળ, હોસ્પિટલ, લાઇબ્રેરી-કેન્ટીન....150 કરોડમાં તૈયાર થયુ RSSનું નવું હેડક્વાટર- જુઓ અંદરની તસવીરો

error: Protected Content!
Exit mobile version