જૂતા ચોરવા ગજબની ખેંચતાણ, વરરાજાના હાલ થયા બેહાલ- વીડિયો જોઈ તમે પણ હસવાનું નહીં રોકી શકો…

જૂતા ચોરી માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, આ વીડિયો જોઈને તમે પણ ચોંકી ઉઠશો…

સામાન્ય રીતે ઘરમાં પ્રસંગ હોય ત્યારે માહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે અને તેમાં પણ લગ્ન હોય તો તે પ્રસંગની મજા જ કંઈક અલગ હોય છે. લગ્ન એટલે એક વ્યક્તિ પોતાના જીવનની નવી શરૂઆત કરે છે પછી તે યુવતી હોય કે યુવક લગ્ન દરેક વ્યક્તિ માટે ખાસ અને મોટો દિવસ હોય છે. લગ્નમાં ખાસ જૂતા ચોરવાની રસ્મ ખૂબ જ રસપ્રદ હોય છે.

સોશિયલ મીડિયા પર એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જૂતા ચોરવા માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ વીડિયો જોવામાં ખૂબ જ મજેદાર છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે હસવાનું રોકી નહીં શકો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનની બહેન અને મિત્રો વરરાજાને ધેરીને બેસે છે, હસી મજાક ચાલી રહી છે. ત્યાં તો જૂતા ચોરવા વરરાજાના પગ ખેંચી તેને નીચે પાડવામાં આવે છે અને જૂતા છીનવી લેવામાં આવે છે. આ દરમિયાન વરરાજાના હાલ બેહાલ થઇ ગયા હતા. આ વીડિયો જોઇ લોકોનું કહેવું છે કે આવી જૂતાની ચોરી તો પહેલા ક્યાંય નહીં જોઈ હોય. લોકો આ વીડિયોમાં જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

Previous Article

યુવતી જીવતા મગરને લઈ આવી ઘરે, પછી કર્યું એવું કે વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

Next Article

લો ભાઇ...માણસ શું વાળ પણ સુરક્ષિત નથી...ચોરોએ કરી એવી ચોરી કે બધા રહી ગયા હેરાન...! 830 કિલો વાળ ઉડાવી લઇ ગયા ચોર,

error: Protected Content!
Exit mobile version