પાપારાઝી ફોટો પાડવા ગયા અને ડાળી છટકીને સોનાક્ષી સિંહાના મોંઢા પર આવી, ઝહીર ઇકબાલની સોનાક્ષીનો મગજ ગયો, જુઓ વીડિયો

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્ન પછીથી જ ચર્ચામાં છે. બંને સ્ટાર્સ ઘણીવાર સાથે જોવા મળે છે. હવે સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી પેપરાજી પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. એવું તો શું થયું કે સોનાક્ષી ગુસ્સે થઈ ગઈ ?

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ડિનર બાદ સાથે જોવા મળ્યા હતા. બંને સેલેબ્સ બ્લેક આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. જો કે જ્યારે સોનાક્ષી અને ઝહીર બહાર આવતા હતા ત્યારે પેપરાજીઓ બંનેને કેમેરામાં કેદ કરી રહ્યા હતા અને આ દરમિયાન સોનાક્ષી ઝાડ સાથે ટકરાઇ. આ દરમિયાન પેપરાજીથી ગુસ્સે થઈને સોનાક્ષી તેમને થપ્પડ મારવાનો ઇશારો કરવા લાગી.

આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ. જો કે આ ક્ષણ પછી સોનાક્ષી સિન્હા તેના પતિ ઝહીર ઈકબાલ સાથે કારમાં જતી રહી હતી. સોનાક્ષી અને ઝહીર બંનેના આ વર્તન પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે, જો કે આ સમગ્ર ઘટના છતાં સોનાક્ષી સિન્હાના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ.

Previous Article

આ સાઉથ સુપરસ્ટાર પર તૂટી પડ્યો દુખનો પહાડ, ધ્રુસકેને ધ્રુસકે રડી માતાને આપી અંતિમ વિદાય

Next Article

રેડ મીની ડ્રેસ પહેરી ઇવેન્ટમાં પહોંચી અમીષા પટેલ, 49 વર્ષની ઉંમરે ડીપનેક આઉટફિટમાં ન દેખાવાનું દેખાઈ ગયું, જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version