20 ઓક્ટોબર રવિવારના રોજ સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો. આવી સ્થિતિમાં બોલિવૂડની હસીનાઓએ પણ તેમના પતિ માટે ઉપવાસ રાખ્યો અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરાથી લઈને સોનાક્ષી સિંહા સુધી ઘણી અભિનેત્રીઓએ આ ખાસ દિવસને ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો. ખાસ વાત એ છે કે આમાંથી ઘણી અભિનેત્રીઓ માટે આ તેમની પહેલી કરવા ચોથ છે, જેના ફોટો-વીડિયો તેઓએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
કેટરીના કૈફ
બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ પોતપોતાની સ્ટાઇલમાં કરવા ચોથ સેલિબ્રેટ કરી. આ દરમિયાન કેટરીના કૈફે પણ ઈન્સ્ટાગ્રામ પર કરવા ચોથની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરતી જોવા મળી રહી છે. આ ખાસ દિવસ માટે કેટેરીના કૈફ ગુલાબી રંગની સાડી પસંદ કરી હતી. તસવીરોમાં કેટરિના તેના પતિ વિકી અને સાસુ-સસરા સાથે પોઝ આપતી જોવા મળે છે.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ પણ તેના પતિ નિક જોનાસ સાથે કરવા ચોથની ઉજવણી કરી હતી, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી. ફોટામાં નિક પ્રિયંકાને પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે. ચાહકોને આ તમામ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ફોટામાં પ્રિયંકા રેડ આઉટફિટમાં જોવા મળી રહી છે.
રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહે પણ આ વર્ષે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ અને એક્ટર જેકી ભગનાની સાથે ફેરા ફર્યા. ત્યારે આ વર્ષે તેણે પણ તેના પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી, જેની સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ખાસ પ્રસંગ માટે બંનેએ રેડ આઉટફિટ પસંદ કર્યા હતા અને સાથે રોમેન્ટિક પોઝ પણ આપતા જોવા મળ્યા હતા.
કૃતિ ખરબંદા
કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે પણ પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. આ ખાસ દિવસ માટે કૃતિએ ગોલ્ડન સાડી પસંદ કરી હતી, જ્યારે પુલકિત ઓફ વ્હાઇટ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો.
પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરાએ આ વર્ષે તેના બીજા કરવા ચોથની ઉજવણી કરી, જેના માટે તેણે ગુલાબી સૂટ પસંદ કર્યો હતો. પરિણીતી ચોપરાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર કરવા ચોથની ઉજવણીના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે પરિવાર સાથે આ ખાસ દિવસની ઉજવણી કરતી જોવા મળે છે. આ સિવાય ઘણા ફોટામાં પરિણીતી અને રાઘવ એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળે છે.
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિન્હાએ આ વર્ષે જૂનમાં જ તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા, ત્યારે તેણે પણ આ વર્ષે પ્રથમ કરવા ચોથની ઉજવણી કરી હતી. સોનાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઝહીર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ સિવાય તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે લાલ સાડી પહેરેલી અને ગળામાં મંગળસૂત્ર તેમજ માંગમાં સિંદુર સાથે જોવા મળી રહી છે.
