આ સાઉથ સુપરસ્ટાર પર તૂટી પડ્યો દુખનો પહાડ, ધ્રુસકેને ધ્રુસકે રડી માતાને આપી અંતિમ વિદાય

ધ્રુસકેને ધ્રુસકે રડતા સુપરસ્ટાર કિચ્ચા સુદીપે આપી માતાને અંતિમ વિદાય, દિલ ચીરી દેશે આ તસવીર

કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કિચ્ચા સુદીપની માતાનું ગત રોજ નિધન થયું હતુ. અભિનેતા માતાના નિધનથી આઘાતમાં છે. દરેક સંતાન માટે તેની માતા તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે અને કોઈ વ્યક્તિ માટે તેની માતાને વિદાય આપવી ખૂબ જ મુશ્કેલ છે પછી ભલે તે સુપરસ્ટાર હોય.

કિચ્ચા સુદીપની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાની માતાને અંતિમ વિદાય આપતા રડતો જોવા મળી રહ્યો છે. બિગ બોસ કન્નડ હોસ્ટ અને સુપરસ્ટાર કિચ્ચા સુદીપની માતા સરોજા સંજીવે 20 ઓક્ટોબરે સવારે લગભગ 7 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાની માતાનું હોસ્પિટલમાં નિધન થયું હતું, જ્યાં તેમને શ્વાસની સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા.

માતાના પાર્થિવ દેહને અભિનેતાના ઘરે રાખવામાં આવ્યો હતો, જ્યાં ઘણા રાજકીય નેતાઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અભિનેતા કિચ્ચા સુદીપ માતાના પાર્થિવદેહ પાસે ખૂબ જ રડતો જોવા મળ્યો. આ દરમિયાનની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેતાની માતા 86 વર્ષના હતા, જેમણે ગત રોજ સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

તબીબી ટીમ તેમની સ્થિતિ સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા નહિ. સુદીપ તેની માતા સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરતો. તે ઘણીવાર માતા વિશેની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો કિચ્ચા સુદીપ આ દિવસોમાં ‘બિગ બોસ કન્નડ’ હોસ્ટ કરી રહ્યો છે. તે મક્ખી ફિલ્મ દ્વારા દર્શકો વચ્ચે ફેમસ થયો હતો, જેમાં નાની અને સામંથા જેવા કલાકારો જોવા મળ્યા હતા.

Previous Article

નિકાહમાં અચાનક દુલ્હાના છલક્યા આંસુ, બધા હેરાન- આખરે કેમ ? જુઓ વીડિયો

Next Article

પાપારાઝી ફોટો પાડવા ગયા અને ડાળી છટકીને સોનાક્ષી સિંહાના મોંઢા પર આવી, ઝહીર ઇકબાલની સોનાક્ષીનો મગજ ગયો, જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version