શ્વેતા તિવારીની લાડલી પલક તિવારી કોઈને કોઈ કારણોસર અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં પલક તેની અપકમિંગ ફિલ્મ ‘ધ ભૂતની’ને લઈને સમાચારમાં છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 18 એપ્રિલના રોજ રિલીઝ થવા જઇ રહી છે.
ત્યારે હાલમાં જ પલક તિવારી મુંબઈમાં સ્પોટ થઇ હતી, જ્યાં ચાહકો તેને જોઈને દંગ રહી ગયા હતા. પલક વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં એક્ટ્રેસ તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરી રહી હતી. આ તસવીરોમાં પલક ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુક સાથે પલકે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને વ્હાઇટ હાઇ હીલ્સ પહેરી હતી.
અભિનેત્રીની સુંદરતા જોઈને બધા દંગ રહી ગયા હતા. આ દરમિયાન તેણે પેપરાજીને ઘણા પોઝ પણ આપ્યા. પલકની તસવીરો સામે આવતા જ ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન પલકે પોતાની સુંદર સ્માઇલથી બધાનું દિલ જીતી લીધું હતુ. જણાવી દઈએ કે પલકની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ મોટી ફેન ફોલોઇંગ છે.
પલકની ફિલ્મ ‘ધ ભૂતની’ 18 એપ્રિલે રિલીઝ થશે જેનું દિગ્દર્શન સિદ્ધાંત કુમાર સચદેવે કર્યુ છે. આમાં મૌની રોય, સંજય દત્ત, પલક તિવારી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં રિલીઝ થયું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું.
