50 સેકન્ડ માટે આ એક્ટ્રેસે ચાર્જ કર્યા હતા 5 કરોડ, હુસ્નના મામલે મોટી મોટી હિરોઇનોને પણ આપે છે ટક્કર

એ રઇસ હસીના, જેણે 50 સેકન્ડની એડ માટે લીધા હતા 5 કરોડ….2,000,000,000 કરોડની છે માલકિન

બોલીવુડ હોય કે સાઉથ એકથી એક અદભુત ખૂબસુરત હસીનાથી ઇન્ડસ્ટ્રી ભરેલી છે. જો કે આજે અમે તમને એક એવી હસીના વિશે જણાવીશું જે ફક્ત સુંદરતામાંજ નહિ પણ પ્રતિભાના ખજાના તરીકે પણ અલગ તરી આવે છે. તે થોડી જ સેકન્ડની એટલી બધી ફી લે છે કે તેની સરખામણીમાં સૌથી પ્રખ્યાત હસીનાઓ પણ ફિક્કી પડી જાય. 40 વર્ષીય આ હસીનાનું નામ નયનતારા છે.

સાઉથમાં નયનતારાનું વર્ચસ્વ એટલું છે કે ફિલ્મમાં તેની હાજરી એટલે હિટ થવાની ગેરંટી. આ અભિનેત્રીએ માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં પણ કામ કર્યુ છે. નયનતારા અભિનય જગતની અનુભવી અભિનેત્રી છે. તે કોઈપણ ભૂમિકામાં સરળતાથી ફિટ થઈ શકે છે.

2018 માં, તે ફોર્બ્સ ઇન્ડિયાની સેલિબ્રિટી 100 યાદીમાં એકમાત્ર દક્ષિણ ભારતીય અભિનેત્રી હતી, જેણે 20 વર્ષમાં 80 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. અહેવાલો અનુસાર, નયનતારાએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે જેની નજીક પણ કોઈ અન્ય અભિનેત્રી પહોંચી શકી નથી. એવું કહેવાય છે કે 2025 માં, અભિનેત્રીને તેલુગુ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જે દક્ષિણ ભારતીય અભિનેત્રીને અત્યાર સુધીની સૌથી વધુ રકમ છે.

તેણે માત્ર 24 કલાકમાં ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. નયનતારા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તે પ્રતિ ફિલ્મ આશરે 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. નયનતારા બોલિવૂડ ફિલ્મ “જવાન” માં કિંગ ખાન સાથે જોવા મળી હતી, જે 2023 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

અભિનેત્રી હોવા ઉપરાંત, નયનતારા એક બિઝનેસવુમન પણ છે. તે રાઉડી પિક્ચર્સ નામની પ્રોડક્શન કંપનીની માલિક છે અને તેણે લિપ બામ કંપનીમાં રોકાણ કર્યું છે. એટલું જ નહીં, નયનતારા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી બની છે. તેણે ટાટા સ્કાય માટે 50 સેકન્ડની જાહેરાત માટે ₹5 કરોડ ચાર્જ કર્યા છે.

તે 2025માં છેલ્લે ટેસ્ટ ફિલ્મમાં જોવા મળી હતી. તેના અંગત જીવનની વાત કરીએ તો તેણે દિગ્દર્શક વિગ્નેશ શિવન સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને સરોગસી દ્વારા જોડિયા બાળકો છે. અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ આશરે ₹200 કરોડ છે, અને તેમના બંગલાની કિંમત ₹100 કરોડ છે.

Previous Article

શૂર ખાનના બેબી શાવરમાં પહોંચ્યો પૂરો ખાન પરિવાર- સલમાનની સ્વેગ સાથે એન્ટ્રી, 58ની ઉંમરે બીજીવાર પિતા બનશે અરબાઝ

Next Article

નીતા અંબાણીએ ફાલ્ગુની પાઠક સાથે કર્યા ગરબા, ધામધૂમથી મનાવ્યો દશેરાનો તહેવાર- વીડિયોમાં જોવા મળી જુગલબંદી

error: Protected Content!
Exit mobile version