આધેડ વયનો યુવક જુવાન છોકરીના પ્રેમમાં પડ્યો, ફુગ્ગા સાથે ઘૂંટણિયે બેસીને કર્યું એવી રીતે પ્રપોઝ કે વાયરલ થયો વીડિયો; જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર તમે ક્યારે અને શું જોઈ શકો તે કહેવું મુશ્કેલ છે, અને સ્ક્રોલ કર્યા પછી આવનારી પોસ્ટ કઈ હશે તેનું અનુમાન પણ લગાવી શકાતું નથી. જો તમે નિયમિતપણે સોશિયલ મીડિયા વાપરતા હો, તો તમારો ફીડ વિવિધ પ્રકારની પોસ્ટ્સથી ભરેલો હશે, જેમાંથી કેટલીક વાયરલ પણ થઈ શકે. ક્યારેક જુગાડ સંબંધિત વીડિયોઝ લોકપ્રિય થઈ જાય છે, તો ક્યારેક વાહન પાછળ લખેલી મજેદાર લાઈનોના ફોટા ચર્ચામાં રહે છે.

ક્યારેક લોકોના ધમાકેદાર સ્ટંટ વાયરલ થાય, તો ક્યારેક કંઈક નવતર જ જોવા મળે. હાલમાં પણ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કંઈક ખાસ છે. ચાલો, જાણીએ એમાં એવું શું અલગ છે!હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે એક અંદાજે 50 વર્ષનો શખ્સ ઘૂંટણિયે બેઠો છે, જેના હાથમાં ઘણાં બધા ફુગ્ગાં છે.

પછી, એ ઉઠીને 25 વર્ષની યુવતીને એક ફુગ્ગાઓ આપે છે. યુવતી ખુશીથી એ ફુગ્ગા લઈ લે છે અને તે આધેડ વયના યુવકને ગળે લગાવી લે છે. સંપૂર્ણ વીડિયોમાં આ જ દ્રશ્યો જોવા મળે છે, જેની અસરથી એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

જુદા-જુદા એકાઉન્ટ્સ પરથી આ વીડિયો ભારે પ્રમાણમાં પોસ્ટ અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘ દાદાજી આ તમારા રમવાની વસ્તુ નથી લાઓ મને પછી આપો.’ અન્ય એક યુઝરે લખ્યું- ‘ પૈસાનું ચક્કર છે ભાઈ પ્રેમનું નહિ.’ અન્ય એકે મજાકમાં લખ્યું- ‘પ્રેમ આંધળો જ નહિ, ઘયડો પણ હોઈ છે.’ જોકે આ વીડિયોમાં આધેડ વયનો યુવક ખરેખર જુવાન યુવતીના પ્રેમમાં છે તે વાતની પૃષ્ટિ ગુજ્જુ રોકસ કરતુ નથી.

Previous Article

લવ સ્ટોરી કે તમાશો? પતિએ જ પત્નીના બોયફ્રેન્ડ સાથે કરાવ્યા લગ્ન, કહ્યું- 'તું ખુશ રહે જે, બાળકોનો ઉછેર હું કરીશ.', જાણો મામલો

Next Article

પાર્ટીમાં લાપતા થયેલી મોડલ રસ્તા કિનારે 10 દિવસ પછી લોહીથી લથપથ હાલતમાં મળી આવી, તૂટી ચૂક્યા છે હાડકાં; જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version