પાર્ટીમાં લાપતા થયેલી મોડલ રસ્તા કિનારે 10 દિવસ પછી લોહીથી લથપથ હાલતમાં મળી આવી, તૂટી ચૂક્યા છે હાડકાં; જુઓ તસવીરો

દુબઈની ચકાચોંધ ભરેલી દુનિયામાં એક ભયાનક ઘટનાએ સૌને ચોંકાવી દીધા. 20 વર્ષિય યુક્રેની મોડલ મારિયા કોવાલચુક, જે એક હોટલ પાર્ટી પછી લાપતા થઇ ગઇ હતી, તે 19 માર્ચે રોડ કિનારે ગંભીર હાલતમાં મળી આવી. તેની કરોડરજ્જુ, હાથ અને પગ તૂટી ગયા હતા. આ એ જ શહેર છે જ્યાં એક ભૂતપૂર્વ સેક્સ વર્કરે માનવ તસ્કરોના જોખમોની વાર્તા કહી છે. મારિયાએ તેના મિત્રોને જણાવ્યું હતું કે તેને 9 માર્ચે દુબઈમાં એક કુખ્યાત “પોર્ટા પોટી” પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પાર્ટી મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બે પુરુષો દ્વારા યોજવામાં આવી હતી. તે 11 માર્ચે થાઈલેન્ડની ફ્લાઈટ માટે પહોંચી ન હતી, ત્યારબાદ તે ગુમ થઈ ગઈ. દસ દિવસ પછી, તે રસ્તા પર લોહીથી લથપથ હાલતમાં મળી આવી. તેની હાલત જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે તેની સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું. “પોર્ટા પોટી” પાર્ટીઓમાં મોટી રકમના બદલામાં કથિત રીતે સેક્સની માંગ કરવામાં આવે છે.

અન્ય એક મહિલાએ Reddit પર તેની આપવીતી શેર કરી. તેણે જણાવ્યું કે તે દુબઈમાં માનવ તસ્કરોના સંપર્કમાં આવી હતી. તેણે કહ્યુ હતુ- મને મારી મનોવિજ્ઞાનની ડિગ્રીના આધારે મસાજ થેરાપિસ્ટ તરીકે નોકરીની ઓફર કરવામાં આવી હતી, પરંતુ પછીથી જાણવા મળ્યું કે તે વેશ્યાવૃત્તિ માટે છે. તસ્કરો તેની અને અન્ય મહિલાઓ સાથે સખ્ત હતા, તેમ જો કે તેઓ ગેંગસ્ટર જેવા દેખાતા ન હતા.

મારિયા એક એડલ્ટ પર્ફોર્મર હતી, સેક્સ વર્કર નહોતી, પરંતુ તેની સ્થિતિએ આવી પાર્ટીઓના જોખમો પર પ્રકાશ પાડ્યો. ડિટેંડ ઇન દુબઇની સીઈઓ રાધા સ્ટર્લિંગે જણાવ્યું કે- “અમને એવી અસંખ્ય ફરિયાદો મળી છે કે પ્રભાવશાળી લોકો અને કલાકારોને એવી પાર્ટીઓમાં લલચાવવામાં આવે છે જ્યાં તેમની પાસેથી જાતીય પ્રવૃત્તિની અપેક્ષા હોય છે. દુબઈમાં લગ્ન બહારના સેક્સને કાયદેસર કરવામાં આવ્યા પછી આયોજકો તેનો લાભ લઈ રહ્યા છે. હાલ મારિયાની હાલત નાજુક છે.

ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તેની ચાર સર્જરી કરવામાં આવી છે, પરંતુ તેની સ્થિતિ હજુ પણ નાજુક છે. ડોકટરો સતત તેની દેખરેખ રાખી રહ્યા છે. દુબઈ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પરિવાર અને લોકો દોષિતોની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

Previous Article

આધેડ વયનો યુવક જુવાન છોકરીના પ્રેમમાં પડ્યો, ફુગ્ગા સાથે ઘૂંટણિયે બેસીને કર્યું એવી રીતે પ્રપોઝ કે વાયરલ થયો વીડિયો; જુઓ વીડિયો

Next Article

5 રૂપિયા સુધી આવી શકે છે વોડાફોન આઇડિયાનો શેર? રિટેલર્સના ફેવરેટ સ્ટોક પર શું છે આશંકા

error: Protected Content!
Exit mobile version