લગ્નની મોસમ આવતાની સાથે જ ઇન્ટરનેટ પર વિવિધ પ્રકારના ફની અને હેરાન કરી દેનારા વીડિયો વાયરલ થતા હોય છે. દરેક વીડિયોમાં કંઈક અનોખું જોવા મળે છે, જે ક્યારેક લોકોને હસાવે છે તો ક્યારેક આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન પોતાના અદ્ભુત ડાન્સથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા લગ્નના સ્ટેજ પર ઉભા છે.
વરમાળા વિધિ પૂરી થઈ ગઈ છે, અને હવે કન્યા અને વરરાજાને સ્ટેજ પર ડાંસ કરવાનું કહેવામાં આવે છે. દુલ્હન સંપૂર્ણપણે સજ્જ છે, સુંદર લહેંગામાં શરમાતી સ્ટેપ્સ લઇ રહી છે. બેકગ્રાઉન્ડમાં વાગે છે- “સૈય્યા સુપરસ્ટાર”, જેના પર દુલ્હન નાચવાનું શરૂ કરે છે. તેની સ્ટાઇલ અને હાવભાવ જોઈને લોકો તેના વખાણ કરવા લાગે છે. પરંતુ જ્યારે લોકો સ્ટેજ પર વરરાજાને જુએ છે, ત્યારે તેઓ ચોંકી જાય છે અને લોકોનું સમગ્ર ધ્યાન દુલ્હન પરથી વરરાજા તરફ જાય છે. કન્યા અને વરરાજાની જોડી બિલકુલ મેળ ખાતી નહોતી.
દુલ્હન એકદમ સ્ટાઇલિશ અને ભવ્ય દેખાતી હતી, જ્યારે વરરાજાના દેખાવ અને વર્તન કંઈક અલગ જ કહાની કહી રહ્યા હતા. તેના ડાન્સ સ્ટેપ્સ અને બોડી લેંગ્વેજથી પણ લોકોને આશ્ચર્ય થયું. વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યુ, “મને સમજાતું નથી કે શું કમેન્ટ કરવી.” જ્યારે બીજાએ લખ્યું, “પંડિતજી, કૃપા કરીને ફરીથી તપાસ કરો, કંઈક ખોટું થયું છે.” જ્યારે અન્ય એકે યુઝરે લખ્યુ- “ધરતી સંકટમાં છે.”
