બરફથી ભરેલી ડોલ, ક્રુણાલ પંડ્યાનો ડાંસ…જશ્નમાં આવી રીતે ડૂબી RCB, જોવાલાયક હતો ડ્રેસિંગ રૂમનો માહોલ- જુઓ વીડિયો
RCB ના ગેમ ચેંજર ક્રુણાલ પંડ્યાનો ડાંસ ના જોયો તો શું જોયુ…જીતના રંગમાં ડૂબ્યા ખેલાડીઓ- વીડિયો વાયરલ
IPL 2025 ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પંજાબ કિંગ્સ સામે વિજય થયો હતો. આ મેચમાં RCB ના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને તેમની ટીમને વિજય તરફ દોરી. મેચ પૂરી થયા પછી RCB ના ખેલાડીઓએ આ જીતની ભવ્ય રીતે ઉજવણી કરી. તેમના ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
RCB ના અનુભવી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ તેની ટીમના ખેલાડીઓ સાથે જોરદાર ડાન્સ કર્યો. ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય ખેલાડી શાનદાર અંદાજમાં ડાન્સ કરતો જોઈ શકાય છે. આ વીડિયોમાં તેની સાથે ઘણા લોકો જોવા મળ્યા હતા.
એટલું જ નહીં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કૃણાલ પંડ્યાએ વિરાટ કોહલીને ગળે લગાવ્યો હતો અને આ દરમિયાન એક ખેલાડીએ તેમના પર બરફ ભરેલી ડોલ પણ રેડી હતી. આ એક ખૂબ જ ખાસ ઉજવણી હતી. ફાઇનલ જીત્યા બાદ બધા ખેલાડીઓ ખુશ દેખાતા હતા. કૃણાલ પંડ્યાએ આ સિઝન દરમિયાન RCB માટે શાનદાર બોલિંગ કરી.
આ તેજસ્વી ખેલાડીએ પંજાબ કિંગ્સ સામે ખૂબ જ ખરાબ બેટિંગ કરી અને ચાર રન બનાવ્યા બાદ આઉટ થઈ ગયો. જોકે, તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી. તેણે આ મેચમાં પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિસની વિકેટ લીધી. આરસીબીના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી પણ આ વિજયની શાનદાર રીતે ઉજવણી કરતા જોવા મળ્યા.
કૃણાલ IPL ફાઇનલમાં બે વાર પ્લેયર ઓફ ધ મેચ બનનાર પ્રથમ ખેલાડી બન્યો. ટ્રોફી જીત્યા પછી કૃણાલે જોરદાર ડાન્સ કર્યો. તે પ્રખ્યાત ગીત ‘ઝીંગાટ’ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો. કૃણાલનો વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ સિવાય કેપ્ટન રજત પાટીદાર અને વિરાટ કોહલી પણ સ્ટેડિયમથી ટીમ સાથે હોટલ પહોંચ્યા પછી ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
