વાહ યાર..શ્રેયસ ભાઈ એ તો દિલ જીતી લીધું..હાર બાદ નિવેદનમાં કહી દીધી આ મોટી વાત, કહ્યું – હું નિરાશ છું પણ..’

3 જૂન 2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલ મેચ રોમાંચક અને ભાવનાત્મક ક્ષણોથી ભરેલી હતી. આ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને તેની પ્રથમ IPL ટ્રોફી જીતી. આ હાર બાદ, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે નિરાશા તો વ્યક્ત કરી, પરંતુ તેની ટીમના પ્રદર્શન અને યુવા ખેલાડીઓની નિર્ભયતાની પણ પ્રશંસા કરી. આ સાથે જ તેણે આગામી સીઝન અંગે એક મોટી જાહેરાત પણ કરી.

IPL 2025 માં પંજાબ કિંગ્સની સફર શાનદાર રહી. સિઝનની શરૂઆતમાં તેમને વધારે મહત્ત્વ આપવામાં આવી રહ્યું ન હતું, પરંતુ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ અને યુવા ખેલાડીઓના મજબૂત પ્રદર્શને તેમને ફાઇનલ સુધી પહોંચાડ્યા. પંજાબ કિંગ્સની ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી, પછી મુંબઈને હરાવીને ફાઇનલમાં પહોંચી. પરંતુ તેઓ ટાઇટલથી એક ડગલું દૂર રહી ગયા.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, શ્રેયસ ઐયરે તેની ટીમના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો. તેણે કહ્યું, ‘ચોક્કસપણે નિરાશા છે, કારણ કે અમે ખૂબ નજીક હતા. પરંતુ આ સિઝનમાં અમે જે રીતે પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પહોંચ્યા, આનો ઘણો શ્રેય મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફને પણ જાય છે. ટીમના માલિકોએ જે રીતે અમને ટેકો આપ્યો તે અદ્ભુત છે અમે અહીં રમેલી આગલી મેચને ધ્યાનમાં રાખીને, મને વ્યક્તિગત રીતે લાગ્યું કે 200 નો સ્કોર બરાબર હતો. પરંતુ તેઓએ શાનદાર બોલિંગ કરી. કૃણાલ અદ્ભુત હતો, તેણે પોતાના અનુભવનો ઉપયોગ કર્યો, એ જ ટર્નિંગ પોઈન્ટ હતો.

અમારી ટીમના દરેક વ્યક્તિ પર ગર્વ છે, ઘણા યુવાએ તેમની પહેલી સિઝન રમી. તેમની નિર્ભયતા અદ્ભુત હતી. કામ હજુ અધૂરું છે, અમારે આવતા વર્ષે જીતવાનું છે. જે રીતે અમે દરેક રમતનો સામનો કર્યો તે સકારાત્મક હતું, આ સિઝનમાંથી બધાએ ઘણું શીખ્યા. મને આશા છે કે જ્યારે તેઓ આગામી સિઝન રમશે, ત્યારે તેઓ તેમની રમતમાં સુધારો કરી શકશે. અમે કેટલીક રણનીતિઓ પણ બનાવીશું જેથી અમે સારું ક્રિકેટ રમી શકીએ.’

જણાવી દઈએ કે ફાઇનલમાં, RCB એ પહેલા બેટિંગ કરીને 190 રન બનાવ્યા, જેમાં વિરાટ કોહલીની 43 રનની ઇનિંગ અને નીચલા બેટ્સમેનોની વિસ્ફોટક બેટિંગે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જવાબમાં, પંજાબ કિંગ્સે જોશ ઇંગ્લિસ (39 રન) અને પ્રભસિમરન સિંહ (26 રન) ની સ્થિર શરૂઆત સાથે ટાર્ગેટનો પીછો કરવાનું શરૂ કર્યું. પરંતુ RCB ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ પોતાની શાનદાર સ્પિન બોલિંગથી મેચની બાજી પલટી નાખી. જે પછી RCB બોલરો મેચ પર હાવી થઈ ગયા અને 6 રનથી જીત મેળવવામાં સફળ રહ્યા.

Previous Article

ચેમ્પિયન બન્યા બાદ ખૂબ નાચ્યા બેંગ્લુરુના ખેલાડી, પરિવારે પણ આપ્યો સાથ- સામે આવ્યા વીડિયો

Next Article

બેંગલુરુમાં RCB નું જોરદાર સ્વાગત, હવે CM ને મળશે બધા ખેલાડીઓ...સ્ટેડિયમમાં થશે મેગા શો- કરવામાં આવશે સન્માન

error: Protected Content!
Exit mobile version