IPL જીતનો જશ્ન મનાવવા બેંગલુરુ પહોંચી ટીમ, ચિન્નાસ્વામીમાં થશે શાનદાર કાર્યક્રમ
હાથમાં ટ્રોફી, ચહેરા પર મુસ્કાન…અનુષ્કા સાથે બેંગલુરુ પહોંચ્યા વિરાટ કોહલી, રસ્તા પર ઉમટ્યા લોકો- વીડિયો થયો વાયરલ
RCB ફેન્સ 18 વર્ષથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ. 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પહેલીવાર ટ્રોફી પર કબજો કર્યો. 18 વર્ષનું સ્વપ્ન સાકાર થતાં, સ્ટાર ખેલાડી વિરાટ કોહલી મેદાન પર રડતો જોવા મળ્યો હતો.
આ ભાવનાત્મક ક્ષણ પછી RCB ટીમ અને ચાહકો ઉજવણીમાં ડૂબી ગયા. ત્યારે હવે ટીમ તેમના ઘર એટલે કે બેંગલુરુમાં આ વિજયની ઉજવણી કરી રહી છે. આ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એટલે કે 4 જૂને સાંજે 5 વાગ્યે ચિન્નાસ્વામી ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.
RCB ટીમ પહેલીવાર IPL ટ્રોફી જીતી છે અને બધા ખેલાડીઓ બેંગલુરુ પહોંચ્યા છે, જ્યાં તેમનો સન્માન સમારોહ વિધાનસભા ખાતે યોજાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિધાનસભા પહોંચ્યા છે. RCB ટીમના ખેલાડીઓ આ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે થોડીવારમાં વિધાનસભા પહોંચશે.
IPL 2025નો ખિતાબ જીત્યા બાદ, RCB ટીમ વિજય પરેડ માટે બેંગલુરુ પહોંચી ગઈ છે, જેમાં તમામ ખેલાડીઓ હાલમાં હોટેલમાં છે. બેંગલુરુ પહોંચ્યા બાદ, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે એરપોર્ટ પર ખેલાડીઓનું સ્વાગત કર્યું. ટીમ ગાર્ડન સિટીની તાજ હોટેલ પહોંચી છે અને હવે તે કર્ણાટકના મુખ્યમંત્રીને મળવા માટે રવાના થશે, જ્યાં તેમનું સન્માન કરવામાં આવશે.
બેંગલુરુ ટ્રાફિક પોલીસે RCBના સન્માન સમારોહ અંગે એક ટ્વિટ દ્વારા મોટી અપડેટ આપી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે RCB ટીમ વિજય પરેડ નહીં કરે. બેંગલુરુ પહોંચ્યા પછી RCB ટીમ વિધાનસભાથી ચિન્નાસ્વામી સુધી વિજય પરેડ કરવાની હતી. પરંતુ ત્યાંની પોલીસે આને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.
BENGALURU WELCOMING KING KOHLI & RCB.🐐 [Anushka Sharma] pic.twitter.com/tvxRYURice
— Johns. (@CricCrazyJohns) June 4, 2025
ગુરુવારે બેંગ્લોર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ટ્રાફિક સમસ્યાને કારણે ખુલ્લી છતવાળી બસ પરેડ ન થઈ શકે. શહેરમાં વરસાદી વાતાવરણને કારણે અધિકારીઓને આવો નિર્ણય લેવાની ફરજ પડી હશે. આ સાથે, RCB ની જીત પછી ગઈકાલે રાત્રે ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
#WATCH | Bengaluru: #RoyalChallengersBengaluru star player Virat Kohli received by Karnataka Deputy CM DK Shivakumar at the airport
#RoyalChallengersBengaluru clinched their first #IPL trophy yesterday after defeating Punjab Kings
(Source: Office of DK Shivakumar) pic.twitter.com/dMlM7aUezg
— ANI (@ANI) June 4, 2025
RCBના વફાદાર ચાહકો વિશ્વના દરેક ખૂણામાં હાજર છે, પરંતુ બેંગ્લોરમાં આ ટીમ માટે ક્રેઝ એક અલગ સ્તરનો છે. વિરાટ કોહલી અને ટીમ બેંગ્લોર પહોંચતાની સાથે જ રસ્તાઓ પર ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન, અનુષ્કા શર્માએ એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો જેમાં જોઈ શકાય છે કે કિંગ કોહલી IPL ટ્રોફી પકડીને બેઠો છે અને તે ચાહકોને જોઈને ખૂબ જ ખુશ છે.
#WATCH | Bengaluru: Karnataka Deputy CM DK Shivakumar received #IPL2025Champions #RoyalChallengersBengaluru at the airport#RoyalChallengersBengaluru clinched their first #IPL trophy yesterday after defeating Punjab Kings
(Source: Office of DK Shivakumar) pic.twitter.com/ruGgeGmpt9
— ANI (@ANI) June 4, 2025
બેંગલુરુમાં ચાહકો વિરાટ કોહલી અને આખી ટીમના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જ્યારે રજત પાટીદાર અને ટીમ ટ્રોફી લઈને શહેરમાં પહોંચી ત્યારે રસ્તાઓ પર એટલી ભીડ હતી કે પોલીસને તેમને રોકવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
