ઓગસ્ટના આરંભે અનરાધાર..! એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મેધરાજા બોલાવશે ભૂકકા, એલર્ટ જારી..

ગુજરાતમાં થોડા દિવસ વરસાદે લીધેલા વિરામથી રાજ્યના ઘણા જીલાના લોકોને ઘણી રાહત મળી છે, વિવિધ વિસ્તારોમાં સોમવારે પણ મેઘસવારી યથાવત રહી હતી. પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે. હવામાન ફરી બદલાઈ રહ્યું છે અને ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. IMD અનુસાર, ચોમાસું લગભગ બંધ થઈ ગયું હતું, પરંતુ તેના અચાનક સક્રિય થવાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો હતો.

રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઓફ શોર ટ્રફ, લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 27, 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સિવાય નવસારી, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જુલાઈ એ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક જિલ્લા જેવા કે દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના વિવિધ ભાગોમાં થોડા દિવસોથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં થોડા દિવસો પહેલા ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી હતી. જોકે, હવે કોઈ પ્રવૃત્તિ નથી. ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી હતી. આગામી સમયમાં હવામાન વિભાગે હજુ પણ વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. પરંતુ સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ પણ શકે છે.

25 જુલાઈએ તાપી, નર્મદા, ડાંગ, સુરત, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. 26મી જુલાઈએ ભરૂચ, નવસારી, સુરત, તાપી, નર્મદા, અમરેલી, છોટા ઉદેપુર, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 27મી જુલાઈએ દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે તો સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, રાજકોટ, અમરેલી, નર્મદા, વલસાડ, નવસારી, બનાસકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, તા.પંચમહાલ, તો, 28ના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 29 જુલાઈએ બનાસકાંઠા અને વલસાડ મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, નવસારીમાં યલો એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે, ગુજરાતમાં 30 અને 31 જુલાઈ સુધી સારો વરસાદ થઈ શકે, એટલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

Previous Article

જે હાથીને પ્રેમ કરતાં તેણે જ કચડી નાખ્યો..! સાઉથ આફ્રિકાના પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં હાથીએ કચડી નાંખતા કરોડપતિ CEOનું દર્દનાક મોત

Next Article

એશિયા કપ 2025 : એક જ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન...ક્યાં થશે મેચ ? વેન્યુને લઇને રીપોર્ટમાં ખુલાસો

error: Protected Content!
Exit mobile version