દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન:અમિતાભ, પ્રેમ ચોપરા સહિત મોટી હસ્તીઓ આવી, જુઓ અંતિમ તસવીરો વીડિયો

ભારતીય સિનેમામાં ‘ભારત કુમાર’ તરીકે લોકપ્રિયાતા મનોજ કુમાર આજે પંચમહાભૂતમાં વિલીન થયા.પાર્થિવ દેહને સ્મશાનઘાટ લાવતા પહેલા તિરંગાથી લપેટવામાં આવ્યો હતો અને તેમને રાજકીય સન્માન સાથે 21 તોપોની સલામી સાથે અંતિમ વિદાય આપવામાં આવી.જુહુના પવન હંસ સ્મશાન ભૂમિમાં થયા હતા.

તેમની અંતિમ વિદાયમાં બૉલીવુડના દિગ્ગજ અભિનેતા  ધર્મેન્દ્ર,અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન,સહિતના ઘણા સ્ટાર્સ તેમને વિદાય આપવા માટે પહોંચ્યા હતા. મનોજ કુમારનું શુક્રવારે સવારે નિધન થયું હતું. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.તમને જણાવી દઈએ કે મનોજ કુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગોસ્વામી છે અને તેમનો જન્મ 1937માં થયો હતો.અભિનેતાની દેશભક્તિની ફિલ્મો એટલી હિટ રહી હતી કે તેમનું નામ જ ‘ભારત કુમાર’પડી ગયું હતું.

તેઓની કારકિર્દી વિષે વાત કરીએ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા. તેમની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘ક્રાંતિ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘રોટી કપડા ઔર મકાન’ જેવી તેમેને અનેક ફિલ્મો આપી.દાદા સાહેબ ફાળકે સહિત અનેક એવોર્ડ મેળવનાર ફિલ્મ અભિનેતા મનોજ કુમારે ભારતીય સિનેમાને નવી દિશા આપી.તેમના નિધનના સમાચાર સાંભળીને સાથે જ ફિલ્મી બોલિવૂડ અને તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ.કરિયરમાં પોતાના અભિનયથી બધાના દિલ જીતનાર તેમના અભિનયને લોકો ક્યારેય પણ નહીં ભૂલી શકે.

Previous Article

વડોદરામાં યુવકે દારૂના નાશમાં પુર ઝડપે કાર ચલાવી 3 વાહનોને મારી ટક્કર, રોષે ભરાયેલા ટોળાએ આરોપીને મેથીપાક ચખાડ્યો

Next Article

કેનેડામાં સુરક્ષિત નથી ભારતીયો ! એક ભારતીયની ચાકુ મારી કરાઇ હત્યા, પોલિસે શંકાસ્પદને...જાણો સમગ્ર મામલો

error: Protected Content!
Exit mobile version