12th ફેલ એક્ટ્રેસનો જોવા મળ્યો ‘ફાયર’ લુક, ગ્લેમરસ લુક અને હોટ ફોટોશૂટે ચાહકોના દિલમાં મચાવી ખલબલી

અભિનેત્રી મેધા શંકરે વિક્રાંત મેસી સાથે ફિલ્મ ’12th ફેલ’થી ઘણી લાઇમલાઇટ લૂંટી. આ ફિલ્મમાં તેના અભિનય અને સુંદરતાના ખૂબ વખાણ થયા હતા. જો કે હાલમાં મેધા શંકર તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. મેધાના ફોટોશૂટ કરતાં પણ વધુ તેની પોસ્ટના કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

તેણે પોતાના ગ્લેમરસ ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યુ- ‘ફ્લાવર નહિ…ફાયર હે મેં.’ મેધાની આ પોસ્ટ બહાર આવતાની સાથે જ લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. તસવીરોમાં મેધાનો બોલ્ડ અવતાર જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેના વખાણ કરતા થાકતા નથી. મેધાએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો પોસ્ટ કરી છે, તેમાં તેણે ટ્રાન્સપરન્ટ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે.

આ ડ્રેસમાં પિંક અને ગ્રીન ફૂલોનું સુંદર ભરતકામ છે, જે તેના લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યો છે. મેધાના ખુલ્લા લહેરાતા વાળ તેના લુકને કોમ્પલીમેન્ટ કરી રહ્યા છે. 12th ફેલમાં શ્રદ્ધા જોશીનું પાત્ર ભજવનાર મેધાએ માત્ર અભિનયથી જ નહીં, પણ પોતાના અવાજથી પણ પોતાની પ્રતિભા સાબિત કરી. એવું કહેવાય છે કે પ્રતિભાશાળી મેધાનું નસીબ રાતોરાત ચમકી ગયું, પરંતુ આ સફળતા મેળવવા માટે તેણે કેટલો સંઘર્ષ કર્યો તે કદાચ ઓછા લોકો જાણે છે.

નોઈડાની મેધા શંકર બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્ષ કર્યા પછી, મેધાએ મુંબઈ જઈને એક્ટિંગનું પોતાનું સ્વપ્ન પૂરું કરવાનું નક્કી કર્યું, પરંતુ આ સફર એટલી સરળ નહોતી. તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે 2018માં મુંબઈમાં એક એક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. વર્ષ 2022માં પહેલીવાર કાસ્ટિંગ એજન્સીમાં ફિલ્મ માટે ઓડિશન આપ્યું અને વિધુ વિનોદ ચોપરા અને આખી ટીમ સાથે સ્ક્રીન ટેસ્ટ કર્યો.

આને લઇને મેધાએ કહ્યુ હતુ કે વિધુ સર, વિક્રાંત અને ટીમ સાથેના મારા પહેલા સ્ક્રીન ટેસ્ટ દરમિયાન મને ખાતરી હતી કે આ ભૂમિકા મારા માટે જ છે. મેધાએ કહ્યું કે સ્ક્રીન ટેસ્ટ પછી તેને વિધુ સરનો ફોન આવ્યો અને તેમણે મુખ્ય ભૂમિકા માટે અભિનેત્રીને કાસ્ટ કરી. જણાવી દઈએ કે મેધા 12th ફેલ સિવાય મેક્સ, મિન અને મેવઝાકી, દિલ બેકરાર અને શાદીસ્થાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Previous Article

લેડી ટીચરે વિદ્યાર્થીના પિતા સાથે બનાવ્યા અવૈદ્ય સંબંધ, રંગરેલિયો મનાવી પછી બ્લેકમેઇલિંગ કરી માગ્યા 20 લાખ

Next Article

અવનીત કૌરે પેન્ટના બટન ખોલી આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો જોઇ લોકોનો છૂટી ગયો પરસેવો, બોલ્યા- મેડમ તમે તો...

error: Protected Content!
Exit mobile version