મશહૂર ઇરાની અભિનેત્રી
એલનાઝ નૌરોજી એક મશહૂર ઇરાની અભિનેત્રી છે, જેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ તસવીરોમાં એલનાઝે વ્હાઇટ રિવીલિંગ આઉટફિટ પહેર્યો છે, જેમાં તેની ગ્લેમરસ સ્ટાઈલ દેખાઈ રહી છે. એલનાઝે તેના ફોટોશૂટ દરમિયાન મિનિમલ મેકઅપ પસંદ કર્યો, જેણે તેના નેચરલ સૌંદર્યને વધુ નિખાર્યુ, આ ઉપરાંત ખુલ્લા વાળ અને પરફેક્ટ પોઝથી તેણે તેના ચાહકોનું દિલ જીતી લીધું.
એલનાઝની તસવીરોમાં તેની બોલ્ડનેસ અને આત્મવિશ્વાસ ફોલોઅર્સને ક્રેઝી બનાવી રહ્યો છે. ફેન્સે કોમેન્ટમાં એલનાઝની પ્રશંસા કરી અને તેને “અદભૂત”, “ગોર્જિયસ” તેમજ “બોલ્ડ બ્યુટી” કહી વખાણ કર્યા. એલનાઝનું આ ફોટોશૂટ એ વાતનો પુરાવો છે કે તે માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પરંતુ એક સ્ટાઈલ આઈકોન પણ છે.
જણાવી દઇએ કે, એલનાઝ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ફિલ્મી જ્ઞાનને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેણે કાસ્ટિંગ કાઉચ વિશે સત્ય જણાવ્યું હતું. આ અંગે અભિનેત્રીએ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ઈન્ટરવ્યુમાં એલનાઝને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે ક્યારેય કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે ? તેના પર અભિનેત્રીએ કહ્યું, ‘હા… દરેક વ્યક્તિ કાસ્ટિંગ કાઉચનો સામનો કરે છે.
જો તમે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી છો અથવા સ્ટાર કિડ છો તો તમારી સાથે આવું નહીં થાય. ઠીક છે, મને ખબર નથી કે તેમની સાથે આવું થાય છે કે નહીં, હું ફક્ત મારો અભિપ્રાય આપી રહી છું. જો તમે તમારી કારકિર્દીના શરૂઆતના દિવસોમાં છો અથવા ઇન્ડસ્ટ્રીમાં નવા છો, તો આ બધું થાય છે.’ આ ઉપરાંત અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તમે આનો સામનો કેવી રીતે કર્યો ? બીક ન લાગી ?
આના પર અભિનેત્રી કહે છે, ‘હા…શરૂઆતમાં હું ડરી ગઈ હતી, પરંતુ પછી મેં વિચાર્યું કે હું તેને કેવી રીતે હેન્ડલ કરી શકું. તેણે આગળ કહ્યુ કે બસ એટલુ કરી શકીએ છીએ કે તેમને બીજીવાર ન મળીએ, સાથે કામ નહિ કરીએ અને કંઈપણ કરી શકશે નહીં. જ્યારે ઈન્ડસ્ટ્રીમાં તમારું કોઈ નથી, ખાસ કરીને મારી પાસે કોઈ નહોતું. હું એકલી હતી, એટલે મારે જાતે જ સંભલવું પડ્યું અને મેં કર્યું. હું ફક્ત મારી વાત કહી શકું છું, પરંતુ દરેકની સ્થિતિ અલગ છે.’
અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું કાસ્ટિંગ કાઉચ હજી પણ થાય છે? તેના પર અભિનેત્રીએ કહ્યું, ‘આ હંમેશા થતું રહ્યું છે, પરંતુ MeToo અભિયાન પછી, કદાચ તે ઘણું ઓછું થઈ ગયું છે. હું એ પણ જાણવા માંગુ છું કે આ નવા લોકો સાથે થઈ રહ્યું છે કે નહીં કારણ કે તે ખૂબ જ રસપ્રદ છે. હું આ વિશે વધુ જાણતી નથી તેથી હું અત્યારે કંઈ કહી શકું તેમ નથી.
