સોનપરી બનેલી અવનીત કૌરે પોતાના હોટ લુકથી ફેન્સને મોજ કરવી દીધી, ન દેખાડવાનું હોય એ પણ ઢાંક્યું નથી, જુઓ તસવીરો
ટીવી સિરિયલોમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતનાર અવનીત કૌર હવે ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવનીત હંમેશા તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. અવનીત કૌર ફિલ્મોમાં પણ પોતાનો જાદુ બતાવી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો પહેલા અવનીત કૌર ઘણી ટીવી સિરિયલો અને મ્યુઝિક વીડિયો પણ કરી ચૂકી છે.
પંજાબના જાલંધરમાં જન્મેલી 23 વર્ષિય એક્ટ્રેસ અવનીત જલ્દી જ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અવનીત કૌરના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો પણ છે. અવનીત કૌરે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પહેલીવાર રાની મુખર્જીની ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી, અવનીતે 400થી વધુ ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના 31.9M ફોલોઅર્સ છે, જે તેના ફોટા પર લાઇક કરી પ્રેમ વરસાવતા રહે છે. અવનીતે હાલમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે વ્હાઇટ વન પીસમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે એકદમ પરી જેવી લાગી રહી છે. અવનીતની આ તસવીરો ચાહકોના દિલ ઘાયલ કરી રહી છે.
જણાવી દઇએ કે, અવનીત કૌરે તેની આગામી ફિલ્મ ‘મિશનઃ ઈમ્પોસિબલ – ધ ફાઈનલ રેકનિંગ’ના સેટ પર ટોમ ક્રૂઝને મળીને બધાને ચોંકાવી દીધા હતા. અવનીતે ઇન્સ્ટાગ્રામ પર ટોમ સાથેની તેની મુલાકાતની ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પછી તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
આ તસવીરો જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યુ હતુ કે અવનીત હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અવનીતે બાળ કલાકાર તરીકે નાના પડદા પર તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અવનીતે પોતાના કરિયરની શરૂઆત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ’થી કરી હતી, આ સિવાય અવનીત ડાન્સ સુપરસ્ટારમાં પણ જોવા મળી હતી.
અવનીતે ટીવી શો મેરી માથી અભિનયની શરૂઆત કરી હતી, આ શોમાં તેણે ઝિલમિલની ભૂમિકા ભજવી હતી. આ પછી તે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ જોવા મળી હતી. તેણે વર્ષ 2012માં શો ‘સાવિત્રી’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય અવનીત ફિલ્મ મર્દાનીમાં જોવા મળી હતી.
વર્ષ 2013માં એકવાર અવનીત ‘એક મુઠ્ઠી આસમાન’ શોમાં પાખી કપૂરના રોલમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે અવનીત કૌરે બોલિવૂડમાં પણ ડેબ્યુ કર્યું છે. તે નવાઝુદ્દીન સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં જોવા મળી હતી.