સિંહ જંગલનો રાજા છે અને તેમના બાળકો પણ મોટા થઈને તેમના પિતાના વારસાને આગળ વધારે છે. પરંતુ તેમને તેમના બાળપણમાં રક્ષણની પણ જરૂર છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એનિમલ લવર્સના દિલ તોડી રહ્યો છે. કારણ કે સિંહને પાંજરામાં કેદ કરનાર વ્યક્તિ સિંહને બળજબરી પૂર્વક ગરદનથી પકડીને ઉપાડે છે અને હેરાન કરે છે.
સિંહ તે વ્યક્તિ સાથે જવા બિલકુલ તૈયાર દેખાતો નથી. પરંતુ તે વ્યક્તિ તેના પર ભારે ક્રૂરતાથી હુમલો કરે છે. ભવિષ્યના જંગલના રાજાને હેરાન કરતા આ વ્યક્તિ પર યુઝર્સ પોસ્ટના કોમેન્ટ સેકશનના માધ્યમથી ઘણી ટીકા કરી રહ્યા છે.વીડિયોમાં વ્યક્તિ સિંહને માથાથી પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કરે છે.
જેના વિરોધમાં સિંહ પોતાની જાતને મુક્ત કરે છે. પરંતુ માણસની ક્રૂરતા હજુ પણ ચાલુ છે અને તે સતત તેને બળ દ્વારા પકડવાનો પ્રયાસ કરે છે. કદાચ ફરી પાંજરામાં જવાના ડરથી સિંહ કોઈપણ ભોગે તેના ક્રૂર માલિક સાથે જવા તૈયાર દેખાતો નથી.આવી સ્થિતિમાં જ્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારે લોકોએ સિંહને હેરાન કરનાર વ્યક્તિ સામે ટીકા કરવાનું શરૂ કર્યું.
સિંહ સાથેના માણસના આવા વર્તનથી લોકો એકદમ નિરાશ દેખાય છે.ઇન્સ્ટાગ્રામ પર @nouman.hassan1 નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કરી લખ્યું- ખતરનાખ સિંહ!આ રીલને ઈન્સ્ટાગ્રામ પર 3 કરોડ 26 લાખથી વધુ વ્યૂઝ અને 2 લાખ 84 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે. કોમેન્ટ્સમાં પણ 6 હજારથી વધુ રિએક્શન આવ્યા છે.
આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં યૂઝર્સ સિંહને હેરાન કરી રહેલા વ્યક્તિને ઠપકો આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તેને થોડો મોટો થવા દો, પછી તમે આ કામ કરો. બીજી વ્યક્તિએ કહ્યું કે આને ક્રૂરતા કહેવાય. ત્રીજાએ લખ્યું કે તે ઈચ્છે છે કે કોઈ આ બે પગવાળા પ્રાણી સામે કાર્યવાહી કરે. ચોથા યુઝરે કહ્યું કે તે મૂંગો છે, પરંતુ ભગવાન બધું જોઈ રહ્યા છે.