ઘટના / VIDEO: અમદાવાદમાં ACનું ગોડાઉન ફટાકડાની જેમ ફૂટ્યું, જીવરાજ પાર્કમાં ભયંકર આગથી અફરાતફરી, 2ના મોત
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે ભયંકર આગનો બનાવ બન્યો. સોસાયટીમાં આવેલ ACના ગોડાઉનમાં આગ લાગવાને કારણે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી, આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છવાયેલો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલ જ્ઞાનદા સોસાયટીમાં 24 નંબરના વનસ્થલી નામના બંગલામાં 6 એપ્રિલે એટલે કે ગત રોજ સાંજના સમયે ભીષણ આગની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર હતી કે ACના નાના બાટલા ફૂટીને દૂર-દૂર સુધી ફેલાયા હતા. આ આગની દુર્ઘટનામાં એક સગર્ભા અને તેના 2 વર્ષના પુત્રનું કરુણ મોત થયું છે.
ડિવિઝનલ ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે, ઘરમાં ઉપરના માળે બાળક અને તેની સર્ગભા માતા છે, જેથી તે તાત્કાલિક ઉપર દોડી ગયા અને જીવના જોખમે ઘરમાં જઇ તુરંત જ એક બાળકનો જીવ બચાવવા માટે તેને તેડી નીચે લાવી હોસ્પિટલ પહોંચાડવા માટે રોડ પર દોડ્યા.
જો કે, બાળકનો જીવ બચી શક્યો નહિ. એસી રિપેરિંગ માટે જે નાના ગેસના બાટલા રાખવામાં આવ્યા હતા તે ફૂટી રહ્યા હતા. જો કે ઘટનાની જાણ થતા તરત જ ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. માસૂમ બાળકને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યુ હતુ પરંતુ રોડ પર લોકોની ભીડ અને ટ્રાફિક હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ અંદર આવી શકી નહિ અને તેના કારણે ફાયર ઓફિસર દોડી 108 એમ્બ્યુલન્સ સુધી દોડી ગયા પરંતુ બાળકનું મોત થયુ.
આગની ઘટનાને પગલે ઘર આખું આગની ઝપેટમાં આવી ગયું હતું અને જીવના જોખમે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપરના માળે પહોંચ્યા. જો કે સર્ચ ચાલુ કર્યું ત્યારે પહેલા બેડરુમમાં તો કંઈ જ ના દેખાયું પણ બાજુના રૂમમાં માતા અને બાળક પડ્યાં હતાં. જો કે ઘણા પ્રયાસો છત્તાં આગની ગંભીર ઘટનામાં બંનેનાં મૃત્યુ થઈ ગયાં.
Gujarat: A fire broke out at an air conditioner warehouse near Jivraj Park crossroads in Ahmedabad’s Vejalpur area. Ten fire tenders were rushed to the spot and the blaze was brought under control pic.twitter.com/gxo4zDTSst
— IANS (@ians_india) April 6, 2025
