અફઘાનિસ્તાનના ટેક્સી ડ્રાઈવરોનો એક વીડિયો આજકાલ લોકોમાં ચર્ચામાં છે. જેમાં તેમણે પોતાના વાહનને ઠંડુ કરવા માટે એક અદ્ભુત કારનામું કર્યું છે. જે જોયા બાદ, તમે પણ એક ક્ષણ માટે ચોક્કસથી ચોંકી જશો અને વિચારવા માટે મજબૂર થઈ જશો. જી, હા દુનિયામાં ઘણા દેશો એવા છે,જ્યાં લોકો જુગાડની મદદથી પોતાનું કામ કેવી રીતે કરવું તે જાણે છે. આ એવા લોકો છે જે સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કર્યા બાદ, પોતાના માટે એવી વસ્તુઓ બનાવે છે. જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આવો જ એક જુગાડ વીડિયો આજકાલ લોકોમાં ચર્ચામાં છે. જ્યાં અફઘાનિસ્તાનના એક વ્યક્તિએ એવો જુગાડ લગાવ્યો છે, જેને જોયા પછી તમે એક ક્ષણ માટે વિચારશો કે કોઈ વ્યક્તિ આ સ્તરનો ખતરનાક જુગાડ કેવી રીતે કરી શકે છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર જિલ્લાનો છે. જ્યાં વધતા તાપમાન અને ભીષણ ગરમીથી ત્યાંનાં લોકોની સ્થિતિ વધુ ખરાબ બની જતી હોય છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે. આવી સ્થિતિમાં, વાદળી ટેક્સી ડ્રાઈવરે ગરમીથી બચવા માટે એવો જુગાડ લગાવ્યો છે કે તમે વિશ્વાસ નહીં કરો, તેમણે પોતાના વાહનોમાં હાથથી બનાવેલી કૂલિંગ સિસ્ટમ લગાવી છે. તો ઘણા લોકોએ એર કન્ડીશનીંગ યુનિટ પણ લગાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક, અફઘાનિસ્તાન, આબોહવા પરિવર્તનની અસરો માટે સૌથી વધુ સંવેદનશીલ દેશોમાંનો એક છે. તે ખાસ કરીને ગરમ પવનોથી પ્રભાવિત છે અને વધતા દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ત્યારે આ અંગે ડ્રાઇવર ગુલ મોહમ્મદે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલાં અહીં ખૂબ ગરમી પડવા લાગી હતી અને એટલી તીવ્ર ગરમી હતી કે કારમાં લગાવેલી એસી સિસ્ટમ ફેલ થઈ જતી હતી. તેથી હું એક ટેકનિશિયન પાસે ગયો અને આવી સિસ્ટમ લગાવી જેથી મારા અને મારા મુસાફરો પર ગરમીની કોઈ અસર ન પડે. મેં આ અનોખી એર કન્ડીશનીંગ સિસ્ટમ માટે લગભગ 3,000 અફઘાની ($43) ખર્ચ્યા, જે ટેક્સીની બેટરી સાથે જોડાયેલ છે અને તેમાં દરરોજ પાણી ઉમેરવું પડે છે.
