ઇન્ડિગો ફ્લાઇટમાં પેનિક અટેક આવવો એક મુસાફર માટે અપમાનનો વિષય બન્યો. તેની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે, એક બીજા મુસાફરે તેને થપ્પડ મારી દીધી. જો કે, એરલાઇને થપ્પડ મારવા વાળા પેસેન્જરને વિમાનમાંથી બહાર નીકળવા કહ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના 1 ઓગસ્ટના રોજ મુંબઈથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં બની હતી.
વીડિયોમાં બે કેબિન ક્રૂ સભ્યો પીડિતને મદદ કરતા અને તેને વિમાનમાંથી બહાર નીકળવામાં મદદ કરતા જોવા મળે છે. ત્યાં એક મુસાફરે અચાનક તેને જોરથી થપ્પડ મારી દીધી. આના પર, ફ્લાઇટ એટેન્ડન્ટે કહ્યું, સર, કૃપા કરીને આવું ન કરો. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ પણ વિરોધ કર્યો અને કહ્યું, તમે તેને કેમ માર્યો ? આના પર, થપ્પડ મારનાર વ્યક્તિએ જવાબ આપ્યો, તેના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિમાનમાં બેઠેલા બીજા મુસાફરે કહ્યું, હા, આપણે બધા સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેને મારો. ત્યારબાદ તે વ્યક્તિએ ક્રૂને તે વ્યક્તિ માટે પાણી લાવવા કહ્યું. તેઓએ કહ્યું, તેને પેનિક એટેક આવ્યો છે. કૃપા કરીને તેના માટે પાણી લાવો. વિમાન લેન્ડ થયા પછી આ ઘટના અંગે એરપોર્ટ ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી હતી. ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને મુસાફરોની સલામતી તેમની પ્રાથમિકતા છે.
અહેવાલ મુજબ, ઇન્ડિગોએ કહ્યું હતું કે, “અમને અમારી એક ફ્લાઇટમાં હિંસાની ઘટના વિશે માહિતી મળી છે. આવું બેફામ વર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે અમારા મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી અને ગૌરવ સાથે સમાધાન કરતી કોઈપણ કાર્યવાહીની સખત નિંદા કરીએ છીએ. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રૂએ SOP મુજબ કાર્ય કર્યું હતું. સંબંધિત વ્યક્તિને સુરક્ષા અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. પ્રોટોકોલ મુજબ, બધી સંબંધિત એજન્સીઓને ઘટના વિશે જાણ કરવામાં આવી છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
समाज पूरी तरह सड़ चूका है pic.twitter.com/l03axtIqSc
— Adil siddiqui (azmi) (@adilsiddiqui7) August 1, 2025
