શ્વેતા તિવારીએ ધાંસૂ લુકમાં ફ્લોન્ટ કરી કમસિન કમર, 44ની ઉંમરે લાગી દીકરી પલકથી પણ હસીન

શ્વેતા તિવારીની આ તસવીરોએ વરસાવ્યો કહેર, અંદાજ જોઇ યુઝર્સ બોલ્યા- ઇચ્છે છે શું ? બસ તને જ જોતા રહીએ ?

શ્વેતા તિવારીએ એક સમયે ‘કસૌટી ઝિંદગી કી’ની પ્રેરણા બનીને તહેલકો મચાવી દીધો હતો અને હવે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. શ્વેતાને જોઈને કોઈ ન કહી શકે કે તે 44 વર્ષની છે અને બે બાળકોની માતા છે. અભિનેત્રીની સુંદરતા અને ફિટનેસ જોઈને તો ચાહકો નિસાસો નાખે છે, અને ઘણા લોકો ઈર્ષ્યા કરે છે.

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ફેન્સ સાથે પોતાની અદભૂત તસવીરો શેર કરતી રહે છે. હાલમાં પણ તેણે તેની નવી તસવીરો શેર કરી છે, જેણે ઈન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. 44 વર્ષની ઉંમરે પણ શ્વેતા તિવારી તેની દીકરી અને યંગ એક્ટ્રેસેસને ટક્કર આપી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તેની લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ સમજી જશો કે અમે આવું કેમ કહી રહ્યા છીએ.

લોકો માત્ર શ્વેતાની આકર્ષક સ્ટાઈલના દીવાના નથી, પરંતુ તેની ફિટનેસના પણ દિવાના છે. શ્વેતાની આ તસવીરો પર માત્ર ફેન્સ જ નહીં પરંતુ સેલેબ્સ તરફથી પણ કોમેન્ટ્સ આવી રહી છે. શ્વેતા વેસ્ટર્ન લુકમાં તેની પતલી કમર ફ્લોન્ટ કરી રહી છે અને કાતિલ અદાઓ પણ બતાવી રહી છે. રતિ પાંડેએ જ્યાં ‘ઉફ્ફ’ કમેન્ટ કરી, ત્યાં રોનિત રોયે પણ શ્વેતાની પર્પલ ડ્રેસમાં તસવીરો લાઇક કરી.

ફેન્સની વાત કરીએ તો, એક ચાહકે લખ્યું કે, ‘કોણ કહી શકે કે તે બે બાળકોની માતા છે.’ અન્ય એકે લખ્યું, ‘હજુ પણ યંગ મોમ. તું દરરોજ આટલી સુંદર કેવી રીતે દેખાય છે ?’બીજા એકે લખ્યુ, ‘તમે શું ઈચ્છો છો ? બસ તમને જોતા જ રહીએ ?’ વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા વર્ષ 2024માં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળી હતી. આ પહેલા તે ટીવી શો ‘મેં હૂં અપરાજિતા’ અને એક પંજાબી ફિલ્મમાં જોવા મળી હતી.

Previous Article

વરઘોડાના ઘોંઘાટથી કંટાળી વિદેશી યુવતિ, વીડિયો શેર કરી કહ્યુ- 'તેમને દેશમાંથી નીકાળી દો...'

Next Article

લગ્ન, સુહાગરાત અને સાસુ...અહીં પહેલી રાત્રે દીકરી-જમાઇ સાથે એક જ બેડ પર સૂવે છે દુલ્હનની માતા, સવારે સંભળાવે છે રાતની કહાની

error: Protected Content!
Exit mobile version