Source : વરઘોડાના ઘોંઘાટથી કંટાળી કેનેડિયન મહિલા.. પબ્લિકે કહ્યું, ‘ઈન્ડિયન્સને ડિપોર્ટ કરો’
ભારતીયો દુનિયાના જે પણ દેશમાં જાય ત્યાં પોતાનું કલ્ચર પણ સાથે લઇને જાય છે, જો કે ક્યારેક આ કલ્ચર જે-તે દેશના લોકો માટે માથાનો દુખાવો પણ બની શકે છે. આવું જ કંઈક કેનેડામાં જોવા મળ્યુ, જ્યાં સવારે નવ વાગ્યે એક વરઘોડો નીકળ્યો હતો, જેને કારણે એક કેનેડિયન યુવતીએ ઘોંઘાટથી કંટાળી ગઇ અને તેણે વીડિયો શેર કર્યો. જો કે તેના આ વીડિયોથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.
આ વીડિયો ક્યાં અને ક્યારે શૂટ કરવામાં આવ્યો તેની કોઈ ચોક્કસ વિગતો નથી સામે આવી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં કોઈ જગ્યાએ એક ભારતીય લગ્ન સમારોહમાં એક શ્વેત મહિલાની ઊંઘ કેવી રીતે ખલેલ પહોંચાડી તે દર્શાવતો વીડિયો ઇન્ટરનેટ પર જાતિવાદી પ્રતિક્રિયાઓ ફેલાવી રહ્યો છે, કેટલાક લોકોએ તો પશ્ચિમી દેશોથી ભારતીયોને સામૂહિક રીતે નિર્વાસિત કરવાની એટલે કે દેશમાંથી નીકાળવાની માગ કરી.
યુએસ સ્થિત વ્લોગર સૈડી ક્રોવેલ દ્વારા પોસ્ટ કરાયેલ ટિકટોક વિડીયોને x યુઝર કેનેડિયન ગર્લ (@alwaysracist) દ્વારા ટેગલાઇન સાથે રીટ્વીટ કરવામાં આવ્યો: “પર્યાપ્ત સમય મળવા પર દરેક ભારતીયોને નફરત કરશે.” વીડિયોમાં સૈડી તેના ઘરની નીચે મોટા અવાજે વાગી રહેલા સંગીત વિશે ફરિયાદ કરતી દેખાઈ અને પછી તેણે પોતાનો કેમેરો ફેરવ્યો, જેનાથી એ પ્રતીત થયુ કે આ એક ભારતીય લગ્નનું સરઘસ છે અને લોકો મોટેથી સંગીત વગાડી નાચી રહ્યા છે.
તેણે આગળ વીડિયોમાં કહ્યુ- આ હું છુ જે મારા બેડ પર સૂઈ રહી છું, અને લગ્ન આખી રાત ચાલી રહ્યા છે. અત્યારે સવારના 9 વાગ્યા છે,” સૈડીને પોતાની હતાશા વ્યક્ત કરતા વીડિયોમાં સાંભળી શકાય છે. આ વીડિયો પર ઘણી જાતિવાદી અને નકારાત્મક ટિપ્પણીઓ પણ આવી.
Everyone will despise the Indians given enough time pic.twitter.com/8V42PLGLRW
— Canadian Girl 🇧🇲 (@alwaysaracist) January 7, 2025
