બ્લેક ટ્રાન્સપરન્ટમાં અંદર બ્રા પહેરીને નતાશાએ ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર, હોટ તસવીરો જોઇ ચાહકો થયા દીવાના
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, તે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. પોતાના ફેવરેટ ક્રિકેટરની પૂર્વ પત્નીના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે ચાહકો પણ તેની દરેક પોસ્ટ પર નજર રાખે છે.
નતાશા સ્ટેનકોવિકના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોતા એવું લાગે છે કે તે તેના જીવનમાં ખૂબ જ ખુશ છે, જ્યારે ક્યારેક એવું લાગે છે કે તેના મગજમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. સર્બિયન મોડલ અને એક્ટ્રેસ નતાશા ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે.
હાલમાં જ નતાશાએ એક ફોટોશૂટ કરાવ્યુ, જેમાં તે ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે બોલ્ડ લાગી રહી છે. આ લુકમાં નતાશાનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ થઇ રહ્યુ છે. એ તો જગજાહેર છે કે નતાશા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાથી અલગ થઇ ગઇ છે, બંને આ વર્ષે ખૂબ લાઇમલાઇટમાં રહ્યા.
લગભગ 5 મહિના પહેલા જ આ કપલે છૂટાછેડા દ્વારા તેમના 4 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આણ્યો હતો. આ પછી નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા ગઇ હતી. જો કે, થોડો સમય સર્બિયામાં વીતાવ્યા બાદ તે ભારત પરત આવી અને ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ ગઈ.
