એક્ટર સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ આ આરોપીને સક્રિય રીતે શોધી રહી હતી. તેને પકડવા માટે પોલીસની લગભગ 35 (મુંબઈ ક્રાઈમ દ્વારા 15 ટીમો અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા 20) જેટલી ટીમો પણ બનાવવામાં આવી હતી. આરોપીની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા છે. હવે આરોપીની પૂછપરછ કર્યા પછી બધા પ્રશ્નોના જવાબ મળી શકશે.
આરોપી બાંદ્રા રેલ્વે સ્ટેશન નજીક સીસીટીવીમાં કેદ થયો હતો. મુંબઈ પોલીસે આરોપીને પકડવા માટે શહેરભરમાં છટકું ગોઠવ્યું અને અંતે પોલીસે કથિત આરોપીની ધરપકડ કરી અને તેને થાણે સ્ટેશન લઈ ગઈ. મુંબઈ પોલીસે પકડેલા આરોપીની તસવીરો પણ સામે આવી છે. જ્યારે પોલીસ આરોપીને કારમાંથી બહાર કાઢી રહી હતી, ત્યારે તેના ચહેરા પણ કોઇ પણ ખૌફ નહોતો જોવા મળી રહ્યો અને તે અકડમાં હોય તેમ લાગી રહ્યુ હતુ. કથિત આરોપીને હાલમાં થાણે સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે અને અહીં તેની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
#WATCH | Saif Ali Khan Attack Case | Mumbai Police bring one person to Bandra Police station for questioning.
Latest Visuals pic.twitter.com/fuJX9WY7W0
— ANI (@ANI) January 17, 2025
કરીના કપૂરે ગઇકાલે રાત્રે સૈફ પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ચાહકો અને મીડિયાને ધીરજ રાખવાનું કહ્યું હતું અને પ્રાઇવેસીની માગ કરી હતી. તેણે લખ્યું- અમારા પરિવાર માટે આ ખૂબ જ ચેલેન્જિંગ દિવસ રહ્યો. અમે હજુ પણ વસ્તુઓ પ્રોસેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હજુ પણ આશ્ચર્ય થાય છે કે આ બધું કેવી રીતે બન્યું. આ મુશ્કેલ સમયમાં, હું મીડિયા અને પેપરાજીઓને વિનંતી કરું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવાને પ્રોત્સાહન ન આપે અને એવું કોઈ કવરેજ ન કરે જે યોગ્ય નથી.
અમે તમારા બધાની ચિંતાઓને સમજીએ છીએ અને ચિંતા કરીએ છીએ. તમે લોકો જે રીતે અપડેટ લઈ રહ્યા છો તે જોવું અમારા માટે મોટી વાત છે. તમે લોકો જે રીતે અમારી સુરક્ષાને લઈને ચિંતિત જણાય છે તે અમારા પરિવાર માટે મોટી વાત છે. પરંતુ હું તમને બધાને વિનંતી કરું છું કે આપણે લોકોને થોડી જગ્યા આપીએ, જેથી આપણો પરિવાર આમાંથી બહાર આવી શકે અને આ બધી બાબતોને સમજી શકે. હું તમારા બધાનો આભાર માનું છું કે તમે અમને સમજી રહ્યા છો અને આ સંવેદનશીલ સમયમાં અમારી મદદ કરી રહ્યા છો. કરીના કપૂર ખાન…
